ગુજરાતના પ્રધાન મંડળના નવા સભ્યોનો એક ક્લિકમાં જાણો પરિચય...
આપણું ગુજરાત

ગુજરાતના પ્રધાન મંડળના નવા સભ્યોનો એક ક્લિકમાં જાણો પરિચય…

ગાંધીનગરઃ ગુજરાત કેબિનેટનું આજે વિસ્તરણ થયું હતું. નવી ટીમમાં 25 પ્રધાનોનો સામેલ કરવામાં આવ્યા, જેમાં માત્ર છ જૂના પ્રધાનોને સ્થાન મળ્યું હતું. આ વખતે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં પ્રધાનોની સંખ્યા 16 થી વધારીને 25 કરવામાં આવી હતી. 2022માં બનેલા 16 પ્રધાનોમાંથી 10ને પડતાં મૂકવામાં આવ્યા હતા અને માત્ર છને જ ફરી વખત પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું હતું. આ ઉપરાંત 19 નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું હતું.

:: કેબિનેટ કક્ષાના પ્રધાનો ::

૧. જિતેન્દ્રભાઈ સવજીભાઈ વાઘાણી
બેઠક નંબર: ૧૦૫, ભાવનગર (પશ્ચિમ) મત વિભાગ (ભાવનગર શહેર)
જન્મઃ તા. ૨૮મી જુલાઈ, ૧૯૭૦, વરતેજ.
વ્યવસાય: ખેતી અને બાંધકામ
સંસદીય કારકિર્દી: ૧૩મી અને ૧૪મી ગુજરાત વિધાનસભામાં સભ્ય તરીકે કાર્યરત હતા. ૧૪મી ગુજરાત વિધાનસભા દરમિયાન તા.૧૬ સપ્ટેમ્બર ૨૦૨૧ થી ૦૯ ડિસેમ્બર ૨૦૨૨ સુધી પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના પ્રધાન તરીકે સેવાઓ આપી હતી. આ ઉપરાંત ૧૫મી વિધાનસભાના સભ્ય તરીકે ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના પ્રમુખ તરીકે તા. ૨૦મી એપ્રિલ, ૨૦૨૩થી કાર્યરત છે.
શોખ: વાંચન, સમાજસેવા, લોકસાહિત્ય, રમતગમત, પ્રવાસ

૨. નરેશભાઈ મગનભાઈ પટેલ
બેઠક નંબર: ૧૭૬, ગણદેવી (અ.જ.જા.) મત વિભાગ (નવસારી જિલ્લો)
જન્મઃ તા ૧લી જૂન, ૧૯૬૯, મોગરાવાડી, નવસારી.
વ્યવસાય: ખેતી, વેપાર
સંસદીય કારકિર્દી: ૧૨મી અને ૧૪મી ગુજરાત વિધાનસભામાં સભ્ય તરીકે કાર્યરત હતા. ૧૪મી ગુજરાત વિધાનસભામાં આદિજાતિ વિકાસ તેમજ અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના પ્રધાન તરીકે સેવા આપી હતી.
શોખ: વાંચન, લેખન, સંગીત, ક્રિકેટ.

૩. અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયા
બેઠક નંબર: ૮૩, પોરબંદર મત વિભાગ (પોરબંદર જિલ્લો)
જન્મઃ તા. ૧૭ ફેબ્રુઆરી ૧૯૫૭, મોઢવાડા, પોરબંદર.
વ્યવસાય: સામાજિક પ્રવૃત્તિ અને ખેતી
સંસદીય કારકિર્દી: ૧૧મી અને ૧૨મી ગુજરાત વિધાનસભામાં સભ્ય તરીકે કાર્યરત હતા. આ ઉપરાંત ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ દરમિયાન શ્રીલંકા ખાતે યોજાયેલી કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસીએશનના એશિયા વિસ્તારની બીજી કોન્ફરન્સમાં ગુજરાતના ડેલીગેટ તરીકે તેમણે ભાગ લીધો હતો.
શોખ: વાંચન, ટેનિસ, વૃક્ષા રોપણ, યુવક પ્રવૃત્તિઓ, વ્યસન નિર્મૂલન.

૪. ડૉ. પ્રદ્યુમન ગનુભાઇ વાજા
બેઠક નંબર: ૯૨, કોડીનાર (અ.જા.) મત વિભાગ (ગીર-સોમનાથ જિલ્લો)
જન્મઃ તા. ૧૮મી ઓગસ્ટ, ૧૯૬૯, કુતિયાણા.
વ્યવસાય: ડૉક્ટર
સંસદીય કારકિર્દી: ૧૨મી ગુજરાત વિધાનસભામાં સભ્ય તરીકે કાર્યરત હતા.
પ્રવૃત્તિઓઃ ટ્રસ્ટી, નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશન
શોખ: વાંચન, લેખન, પ્રવાસ, રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ

૫. રમણભાઇ ભીખાભાઈ સોલંકી
બેઠક નંબર: ૧૦૯, બોરસદ મત વિભાગ (આણંદ જિલ્લો)
જન્મઃ તા. ૨૮મી એપ્રિલ, ૧૯૬૫, વટાદરા, તા-ખંભાત
વ્યવસાય: નિવૃત્ત શિક્ષક, ખેતી
સંસદીય કારકિર્દી: ૧૫મી ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્ય દંડક તરીકે તા. ૧૨મી ડિસેમ્બર ૨૦૨૨થી કાર્યરત હતા.
પ્રવૃત્તિઓઃ વર્ષ ૨૦૦૫ થી ૨૦૧૦ જિલ્લા પંચાયતમાં સભ્ય તરીકે કાર્યરત હતા. આ ઉપરાંત ૨૦૨ ઠાકોર સમાજના મંત્રી તરીકે પણ સેવા આપી.
શોખ: વાંચન

:: રાજ્ય કક્ષાના પ્રધાનો (સ્વતંત્ર હવાલો) ::

૬. ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ
બેઠક નંબર: ૧૫૪, અંકલેશ્વર મત વિભાગ (ભરૂચ જિલ્લો)
જન્મઃ તા. ૨૫મી જૂન, ૧૯૬૫, મુ પો. કુડાદરા, તા. હાંસોટ, ભરૂચ
વ્યવસાય: ખેતી
સંસદીય કારકિર્દી: ૧૧મી, ૧૨મી, ૧૩મી અને ૧૪મી ગુજરાત વિધાનસભામાં સભ્ય તરીકે કાર્યરત હતા. તેઓ સહકાર, રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં તા. ૨જી માર્ચ, ૨૦૦૯ થી ૧લી ફેબ્રુઆરી, ૨૦૧૧ દરમિયાન સંસદીય સચિવ રહ્યા હતા. આ ઉપરાંત તેઓએ તા. ૨જી ફેબ્રુઆરી, ૨૦૧૧ થી તા. ૨૫ મી ડિસેમ્બર, ૨૦૧૨ દરમિયાન સહકાર, રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે સેવાઓ આપી છે, તા. ૭મી ઓગસ્ટ, ૨૦૧૬ થી તા. ૨૫મી ડિસેમ્બર, ૨૦૧૭ દરમિયાન સહકાર વિભાગનો સ્વતંત્ર હવાલો સંભાળ્યો છે તેમજ ડિસેમ્બર, ૨૦૧૭ થી સપ્ટેમ્બર, ૨૦૨૧ દરમિયાન સહકાર, રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્વતંત્ર હવાલા અને વાહન વ્યવહાર વિભાગના રાજ્ય પ્રધાન તરીકેનું સેવાદાયિત્વ સંભાળ્યું હતું. વધુમાં તેઓએ, વિધાનસભાની જાહેર સાહસો માટેની સમિતિ, પંચાયતી રાજ સમિતિ તેમજ ખાતરી સમિતિના સભ્ય-પ્રમુખ તરીકે પણ સેવાઓ આપી છે.
શોખ: વાંચન, વ્યાયામ, પ્રવાસ, રમતગમત, સમાજસેવા, વૃક્ષારોપણ.

૭. ડૉ. મનીષા રાજીવભાઈ વકીલ
બેઠક નંબર: ૧૪૧, વડોદરા (અ.જા) મત વિભાગ (વડોદરા શહેર)
જન્મઃ તા. ૨૫મી માર્ચ ૧૯૭૫, વડોદરા
વ્યવસાય: સુપરવાઈઝર અને શિક્ષક, બ્રાઈટ ડે સ્કૂલ
સંસદીય કારકિર્દી: ૧૩મી અને ૧૪મી ગુજરાત વિધાનસભામાં સભ્ય તરીકે કાર્યરત હતા. તેમણે રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે સપ્ટેમ્બર-૨૦૨૧ થી ડિસેમ્બર-૨૦૨૨ દરમિયાન મહિલા અને બાળ વિકાસ વિભાગનો સ્વતંત્ર હવાલો તેમજ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે સેવાઓ આપી હતી.
શોખ: વાંચન

:: રાજ્ય કક્ષાના પ્રધાનો ::

૮. કાંતિલાલ શિવલાલ અમૃતિયા
બેઠક નંબર: ૬૫, મોરબી મત વિભાગ (મોરબી જિલ્લો)
જન્મઃ તા. ૮મી માર્ચ, ૧૯૬૨, જેતપુર, તા. જિ. મોરબી.
વ્યવસાય: ખેતી, ઉદ્યોગ, શિક્ષણ
સંસદીય કારકિર્દી: ૯મી, ૧૦મી, ૧૧મી, ૧૨મી તેમજ ૧૩મી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે કાર્યરત હતા.
શોખ: વાંચન, સમાજસેવા, પ્રવાસ, રમતગમત, ક્રિકેટ, ટેનિસ, તરણ

૯. રમેશભાઈ ભુરાભાઈ કટારા
બેઠક નંબર: ૧૨૯, ફતેપુરા (અ.જ.જા.) મત વિભાગ (દાહોદ જિલ્લો)
જન્મઃ તા. ૪થી મે, ૧૯૭૫, હિંગલા.
વ્યવસાય: ખેતી
સંસદીય કારકિર્દી: ૧૩મી અને ૧૪મી ગુજરાત વિધાનસભામાં સભ્ય તરીકે કાર્યરત હતા. આ ઉપરાંત તેમણે સપ્ટેમ્બર-૨૦૨૧ થી ડિસેમ્બર-૨૦૨૨ દરમિયાન વિધાનસભાના નાયબ મુખ્યદંડક તરીકે સેવાઓ આપી હતી.
પ્રવૃત્તિઓઃ સભ્ય, જિલ્લા પંચાયત-દાહોદ
શોખ: વાંચન, સમાજસેવા

૧૦. દર્શનાબહેન મુકેશભાઈ વાઘેલા
બેઠક નંબર: ૫૬, અસારવા મત વિભાગ (અમદાવાદ શહેર)
જન્મઃ તા. ૫મી સપ્ટેમ્બર, ૧૯૭૨, અમદાવાદ
વ્યવસાય: પૂર્વ શાળા આચાર્ય
પ્રવૃત્તિઓઃ અમદાવાદ મહાનગરપાલિકામાં બે સમયાવધિ સુધી કોર્પોરેટર રહ્યા હતા. આ ઉપરાંત તેમણે વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૩ દરમિયાન અમદાવાદ મહાનગરપાલિકામાં ડેપ્યુટી મેયર તરીકે સેવાઓ આપી છે. તેઓ સફાઈ કામદાર નિગમના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને હાલમાં વાલ્મિકી ફાઉન્ડેશન સાથે જોડાયેલા છે.
શોખ: વાંચન, વક્તત્વ

૧૧. કૌશિકભાઇ કાંતિભાઇ વેકરિયા
બેઠક નંબર: ૯૫, અમરેલી મત વિભાગ (અમરેલી જિલ્લો)
જન્મઃ તા. ૯મી જૂન, ૧૯૮૬, મોજે. ખીચા, તા. ધારી, જિ. અમરેલી.
વ્યવસાય: ખેતી, વ્યવસાય (દ્રોણેશ્વર પેટ્રોલિયમ)
સંસદીય કારકિર્દી: ૧૫મી ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્ય દંડકશ્રી તરીકે તા. ૧૨મી ડિસેમ્બર ૨૦૨૨થી કાર્યરત હતા.
પ્રવૃત્તિઓઃ ડિરેકટર, ગુજરાત સ્ટેટ કો.ઓ. હાઉસીંગ ફાઈનાન્સ બોર્ડ, તા. ૨૯/૦૩/૨૦૧૬ થી કાર્યરત. પૂર્વ ડિરેકટર, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, અમરેલી.
શોખ: રાજપુરૂષોની જીવનગાથા અને વિશ્વના રાજકીય ઈતિહાસનું વાંચન, સામાજિક પ્રવૃત્તિઓ, જનસંપર્ક, પ્રવાસ, સિંહ દર્શન

૧૨. પ્રવિણકુમાર ગોરધનજી માળી
બેઠક નંબર: ૧૩, ડિસા મત વિભાગ (બનાસકાંઠા જિલ્લો)
જન્મઃ તા. ૮મી માર્ચ ૧૯૮૫, ડિસા.
વ્યવસાય: ખેતી અને વેપાર
પ્રવૃત્તિઓઃ સંયોજક, પ્રદેશ ભારતીય જનતા પક્ષ દસ્તાવેજીકરણ વિભાગ. ટ્રસ્ટી, મહાત્મા જ્યોતિબા ફુલે એજ્યુકેશન ટ્રસ્ટ, ડિસા.
શોખ: વાંચન, સાયક્લિંગ, વોલીબોલ

૧૩. ડૉ. જયરામભાઈ ચેમાભાઈ ગામીત
બેઠક નંબર: ૧૭૨, નિઝર (અ.જ.જા.) મત વિભાગ (તાપી જિલ્લો)
જન્મઃ તા. ૧લી જૂન, ૧૯૭૫, કટારાવાણ, તા. ઉચ્છલ (તાપી)
વ્યવસાય: ખેતી અને પશુપાલન
પ્રવૃત્તિઓઃ પ્રમુખ, ભારતીય જનતા પક્ષ, તાપી જિલ્લો
શોખ: લેખન, વાંચન, સાંસ્કૃતિક કાર્યક્રમ

૧૪. ત્રિકમભાઈ બીજલભાઈ છાંગા
બેઠક નંબર: ૪, અંજાર મત વિભાગ (કચ્છ જિલ્લો)
જન્મઃ તા. ૧લી જૂન, ૧૯૬૨, રતનાલ, તા. અંજાર, જિ. કચ્છ
વ્યવસાય: નિવૃત આચાર્ય
પ્રવૃત્તિઓઃ વર્ષ ૨૦૦૦ થી ૨૦૧૦ સુધી અંજાર તાલુકા પંચાયતના સભ્ય તરીકે સેવાઓ આપી અને ત્યારબાદ વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૫ સુધી કચ્છ જિલ્લા પંચાયતના સભ્ય અને પ્રમુખ તરીકે તેમણે સેવાઓ આપી હતી.
શોખ: વાંચન

૧૫. કમલેશભાઇ રમેશભાઈ પટેલ
બેઠક નંબર: ૧૧૩, પેટલાદ મત વિભાગ (આણંદ જિલ્લો)
જન્મઃ તા. ૧૨મી એપ્રિલ, ૧૯૭૦, સંતોકપુરા, તા. બોરસદ
વ્યવસાય: ખેતી અને નોકરી (આચાર્ય, શાહપુર હાઇસ્કુલ)
પ્રવૃત્તિઓઃ તેમણે પેટલાદ તાલુકા ભારતીય જનતા પક્ષના પ્રમુખ, ચૌદ ગામ કેળવણી ઉત્તેજક ટ્રસ્ટના મંત્રી તેમજ પેટલાદ એજ્યુકેશન ટ્રસ્ટના સભ્ય તરીકે સેવાઓ આપી હતી.
શોખ: વાંચન અને સમાજસેવા

૧૬. સંજયસિંહ વિજયસિંહ મહિડા
બેઠક નંબર: ૧૧૮, મહુધા મત વિભાગ (ખેડા જિલ્લો)
જન્મઃ તા. ૨૦મી ઓકટોબર, ૧૯૭૯, ત્રાણજા, તા. માતર
વ્યવસાય: ખેતી અને વેપાર
પ્રવૃત્તિઓઃ પ્રમુખ-તાલુકા પંચાયત-નડિયાદ, પૂર્વ ચેરમેન-કારોબારી સમિતિ-તાલુકા પંચાયત, તાલુકા સંગઠન મહામંત્રી ૨૦૨૦ સુધી, મંત્રી-મહિડા મેલડી માતાજી મંદિર સેવા સમાજ ટ્રસ્ટ, પૂર્વ કોષાધ્યક્ષ-જિલ્લા યુવા મોરચો, શિવાજી ફાઉન્ડેશન ખાતે સેવા પ્રવૃત્તિમાં સક્રિય.
શોખ: વાંચન અને સંગીત

૧૭. પુનમચંદ ધનાભાઈ બરંડા
બેઠક નંબર: ૩૦, ભિલોડા (અ.જ.જા.) મત વિભાગ (અરવલ્લી જિલ્લો)
જન્મઃ તા. ૧લી જૂન, ૧૯૫૯, વાંકાટીંબા
વ્યવસાય: ખેતી
પ્રવૃત્તિઓઃ ભારતીય જનતા પક્ષના પ્રદેશ આદિજાતી મોરચાના મહામંત્રી તરીકે તેમણે સેવાઓ આપી.
શોખ: વાંચન તથા રમત-ગમત

૧૮. સ્વરૂપજી સરદારજી ઠાકોર
બેઠક નંબર: ૭, વાવ મત વિભાગ (બનાસકાંઠા જિલ્લો)
જન્મઃ તા. ૧લી જૂન ૧૯૭૯, બૈયક
વ્યવસાય: ખેતી, વ્યાપાર
પ્રવૃત્તિઓઃ ઉપપ્રમુખ, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના
શોખ: વાંચન

૧૯. રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા
બેઠક નંબર: ૭૮, જામનગર (ઉત્તર) મત વિભાગ (જામનગર જિલ્લો)
જન્મઃ તા. ૫મી સપ્ટેમ્બર, ૧૯૯૦, રાજકોટ
વ્યવસાય: સમાજસેવા
પ્રવૃત્તિઓઃ સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી, માતૃશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ. કન્યા કેળવણી, સ્ત્રી સશક્તિકરણ વગેરેને લગતી પ્રવૃત્તિઓ તથા તે અંગેની કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ સમાજ સુધી પહોંચાડવાની કામગીરી સાથે સંકળાયેલા છે.
શોખ: વાંચન, પ્રવાસ અને સમાજસેવા


MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button