અમદાવાદ-વડોદરા મહાનગરપાલિકાને મળ્યા નવા મહિલા મેયર

અમદાવાદના મેયરના મામલે ભારે અટકળો ચાલી રહી હતી ત્યારે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામ અંગે સ્થાનિક સ્તરે નિર્ણય નહીં લેવાતા સોમવારે નામ આવ્યા પછી જાહેરાત થશે, તેમ કહેવામાં આવ્યું હતું. જોકે અટકળો સાચી પડી છે અને મહિલા મેયરપદે પ્રતિભાબહેન જૈનની પસંદગી કરવામાં આવી છે. આ રીતે અમદાવાદને પ્રતીભા જૈનના રૂપમાં નવા મેયર મળ્યા છે.
કોર્પોરેશનના મેયર પદે બે મહિલા ઉમેદાવોર મેદાનમાં હતા.. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે દેવાંગ દાણીની પસંદગી કરવામાં આવી છે જ્યારે ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. . ભાજપ સંસદીય બોર્ડની અગાઉ મળેલી બેઠકમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટેની યાદી દિલ્હી મોકલવામાં આવી હતી. આ યાદી પ્રમાણે સ્ટેન્ડિંગ કમિટીમાં બે દાવેદારો અને મેયરપદ માટે બે દાવેદારો છે.
અમદાવાદ સાથે વડોદરા મહાનગરપાલિકાના મેયર તરીકે પણ પિંકીબેન સોનીની વરણી કરવામાં આવી છે જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ડૉ. શીતલ મિસ્ત્રીના નામની જાહેરાત કરવામાં આવી છે.