આપણું ગુજરાત

ગ્રામ્ય પોલીસિંગ સુધારવા ગુજરાત પોલીસની નવી પહેલ; ડીજીપી વિકાસ સહાયે આપી માહિતી…

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં ગ્રામ્ય પોલીસિંગને વધુ અસરકારક અને મજબૂત બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. આગામી 10 ઓગસ્ટ, 2025 ના રોજ રાજ્યના દરેક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને પોતાના વિસ્તારમાં આવતા તમામ ગામના સરપંચો સાથે પરિસંવાદ યોજવા માટે સૂચના આપવામાં આવી છે.

ડીજીપી વિકાસ સહાયે આપી માહિતી
રાજ્યના પોલિસ વડા વિકાસ સહાયએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના ગ્રામ્ય પોલીસિંગને વધુ અસરકારક અને સુદૃઢ બનાવવા માટે તા. ૧૦/૦૮/૨૦૨૫ના રોજ દરેક પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને પોતાના વિસ્તારમાં આવેલા તમામ ગામના સરપંચો સાથે પરિસંવાદ યોજવા સૂચના આપવામાં આવી છે.

તેમણે કહ્યુ હતું કે, તમામ સરપંચોને વિનંતી છે કે તેઓ પરિસંવાદમાં સહભાગી થઈ ગુજરાત પોલીસની આ પહેલને સકારાત્મક પ્રતિભાવ આપે.

ઉલ્લેખનિય છે કે આ પહેલનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવાનો અને પોલીસ તથા સ્થાનિક સમુદાય વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવાનો છે. પોલીસ તંત્ર દ્વારા તમામ સરપંચોને આ પરિસંવાદમાં સહભાગી થઈને ગુજરાત પોલીસની આ પહેલને સકારાત્મક પ્રતિભાવ આપવા વિનંતી કરવામાં આવી છે.

આ સંવાદ થકી ગ્રામ્ય સ્તરેથી આવતી સમસ્યાઓ અને સૂચનોને સીધા પોલીસ અધિકારીઓ સુધી પહોંચાડી શકાશે, જેનાથી પોલીસિંગમાં વધુ પારદર્શિતા અને કાર્યક્ષમતા આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો…શું વિકાસ સહાય ગુજરાતી છે? નિવૃત્તિથી લઈને ગોધરાકાંડ સુધીની સફર છે રોચક, જાણો તેમની કારકિર્દીના અજાણ્યા પાસાંઓ!

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button