આપણું ગુજરાત

Gujaratમાં નવા કાયદાના અમલ બાદ પ્રથમ કેસ ચીલોડામાં નોંધાયો; રાજ્યમાં નોંધાયા કુલ 164 કેસ

અમદાવાદ: 1 જુલાઇથી ભારતમાં સંસ્થાનવાદી કાયદાઓની જગ્યાએ હવે નવા ફોજદારી કાયદાઓની અમલવારીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. IPC અને CRPCની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ લાગુ થઈ ગયા છે. આ અંતર્ગત ગુજરાતમાં કાયદાની અમલવારીના પહેલા દિવસે 164 ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ ગુનો ગાંધીનગરના ચીલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. આ ગુનો ભારતીય ન્યાય સંહિતાની કલમ 285 અંતર્ગત વાહનચાલક સામે નોંધવામાં આવ્યો હતો.

જો કે નવા કાયદા મુજબનો આ પ્રથમ ગુનો દાખલ કરવામાં પોલીસને પણ થોડી માથામાં કરવી પડી હતી. સોમવારના રોજ નવા કાયદાઓ લાગુ થયા બાદ પહેલા દિવસે જ લગભગ 164 જેટલા ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. આ ગુનો રાતે 1 વાગ્યે ચીલોડા પોલીસ મથકમાં એક વાહનચાલક સામે નોંધવામાં આવ્યો હતો, પણ તે ગુનો નોંધવામાં પોલીસને નિષ્ણાતની મદદ લેવી પડી હતી.

આ અંગે ગુજરાત પોલીસના લૉ એન્ડ ઓર્ડરના ડીઆઇજીએ દિપક મેઘાણીએ જણાવ્યું હતુ કે ઇ-ગુજકોપમાં નવા કાયદાની તમામ કલમોની વિગતો અપલોડ કરવામાં આવી હોવાને કારણે કામગીરી પ્રમાણમાં ખુબ જ સરળ રહી હતી. પોલીસ દ્વારા રાજ્યભરમાં ગેરકાયદેસર વ્યાજ ધિરાણનો વ્યવસાય કરનારા તત્વો સામે ખાસ ઝુંબેશ ચાલવામાં આવી રહી છે. પોલીસ દરેક જિલ્લાઓમાં લોક દરબાર યોજીને વ્યાજખોરો વિરુદ્ધ ગુનાઓ દાખલ કરી રહી છે. ગુજરાત પોલીસ દ્વારા 21 જૂનથી નાણાં ધિરનારા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. પોલીસની વ્યાજખોરો વિરુદ્ધની ઝુંબેશને આજે 10 દિવસ પૂરા થયા છે. હજુ આ અભિયાન 31 જુલાઈ સુધી અભિયાન ચાલુ રહેશે.

Also Read –

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button