આપણું ગુજરાતમોરબી

ગુજરાત બિહારથી પાછળ નથીઃ એક વર્ષમાં હળવદનો નવો બ્રિજ ધડામ…

મોરબીઃ ખાડાવાળા રસ્તા અને છલકાતા ગટરનાળાની તો લોકોને આદત હતી જ. ખાસ કરીને વરસાદની ઋતુમાં જનજીવન અસ્તવ્યસ્ત થતું જ હોય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી બ્રિજ જે રીતે ધરાશાયી થઈ રહ્યા છે તે જોતા તમારા કરવેરાના નાણા ક્યાં જાય છે, તે વિશે હવે વધારે વિચારવાની જરૂર નથી.

છેલ્લા થોડા મહિનાઓમાં બિહાર રાજ્યના એક પછી એક ડઝન જેટલા બ્રિજ પડી ગયા હતા ત્યારે ગુજરાતમાં પણ આવી ઘટનાઓ બનતી રહે છે.

હાલમાં જ મોરબી જિલ્લાના હળવદમાં એક વર્ષ પહેલા નિર્માણ પામેલો બ્રિજ ધડાકાભેર ધરાશાયી થયો છે. નવા કોયબાથી જુના કોયબાને જોડતો આ પુલ ધરાશાયી થતા વાહનવ્યવહારને ભારે અસર પડી છે. બ્રિજ બન્યો તે જ વખતે વાહન લઈને નિકળીએ તો બ્રિજ હલતો હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીમાં દોઢ મહિનાની અંદરમા આ બીજી ઘટના બની છે. આ પહેલા જુલાઈ 2024માં વિદ્યાર્થીઓ પસાર થતા હતા ત્યારે જ પુલ તૂટ્યો હતો. ચોમાસામાં આ સ્થિતિ દર વર્ષે નિર્માણ થતી હોય લોકો અહીં મોટો પુલ બનાવવા માંગ કરી છે.

બ્રિજ પડ્યો કે તંત્ર દોડતું થયું
સમગ્ર ઘટનાને પગલે અધિકારીઓ અને ગ્રામજનો ઘટના સ્થળે પહોંચ્યા અને વાહનવ્યવહાર બંધ કરાયો છે. બ્રિજ તુટ્યો ત્યારે કોઈ બ્રિજ પરથી પસાર થતું ન હતું જેના કારણે મોટી દુર્ઘટના સર્જાતા બચી ગઈ હતી. એક વર્ષ પહેલા બનેલો બ્રિજ ધરાશાયી થતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. ભારે વરસાદ વરસતા પુલ વચ્ચેથી તૂટયો હોવાનું અધિકારી દ્વારા પ્રાથમિક અનુમાન લગાવામાં આવ્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લાના હળવદમાં જુલાઈ 2024માં એટલે એક મહિના પહેલા જ હળવદ–રાયસંગપર અને મયુરનગર ગામને જોડતા બેઠા પુલ ઉપરથી વિદ્યાર્થીઓ પસાર થાય તે પહેલા જ બ્રિજ તૂટી પડ્યો હતો, જેથી જાનહાનિ ટળી હતી

Also Read –

Show More

Related Articles

Back to top button
વીક-એન્ડ પર આવી રહી છે એક્શન અને ક્રાઈમ થ્રિલર સીરિઝ, જોઈ લેજો નહીંતર… અનુલોમ વિલોમના ફાયદા એક નહીં અનેક છે સોમવારે કરો આ વસ્તુઓનું દાન, તમને મળશે ભગવાન શિવજીના આશિર્વાદ જન્માષ્ટમી પર બનશે મહાસંયોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી…