આપણું ગુજરાત

ગુજરાતમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભઃ 35 દિવસ બાદ વિદ્યાર્થીઓના કિલ્લોલથી શાળાઓ ફરી ગૂંજી ઉઠી

અમદાવાદઃ ગુજરાતમાં ફાયર એનઓસી-બીયુ પરમિશનની ચકાસણી વચ્ચે ગુજરાતની 54 હજારથી વધુ શાળાઓમા વર્ષ-2024-25ના નવા શૈક્ષણિક સત્રનો આજ ગુરૂવારથી પ્રારંભ થયો છે. 35 દિવસના ઉનાળુ વેકેશન દરમિયાન સૂમસામ રહેળા શાળાઓના કેમ્પસ આજથી 1.15 કરોડથી વધુ વિદ્યાર્થીઓના કિલ્લોલથી ફરી ગૂંજી ઊઠી છે. આ વર્ષે રાજ્યની તમામ શાળાઓમાં તા. 27, 28 અને 29મી જૂન એમ ત્રણ દિવસ દરમિયાન પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના એકેડેમિક કેલેન્ડર મુજબ રાજ્યની સ્કુલોમાં તા. 6ઠ્ઠી મે-2024થી 9મી જૂન-2024 સુધીનું વેકેશન જાહેર કરાયું હતું, આ અંગે પ્રાથમિક નિયામક કચેરી દ્વારા પરિપત્ર પણ કરી દેવાયો હતો. પરંતુ શાળાના શિક્ષકો સહિતના કર્મચારીઓ લોકસભા ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા હોવાથી અગાઉ જાહેર કરાયેલું વેકેશન મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

Read more: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ના ગણિત વિષય અને ધોરણ-11માં પ્રવેશ માટે મહત્વપુર્ણ જાહેરાત

જે મુજબ તમામ શાળા અને કોલેજોમાં 9મી મેથી ઉનાળુ વેકેશન જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ 43 હજારથી વધુ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક શાળાઓ તેમજ 11,400થી વધુ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી હાઈસ્કૂલ મળી 54 હજારથી વધુ સ્કૂલોમાં તા.9મી મેથી તા. 12મી જૂન સુધીનું 35 દિવસનું ઉનાળુ વેકેશન આપવામાં આવ્યુ હતુ, જે ગઈ કાલે બુધવારે પૂર્ણ થયુ છે.

Read more: ગુજરાતમાં નમો લક્ષ્મી યોજનાની સહાય માટે પાંચ લાખથી વધુ વિદ્યાર્થિનીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ

આજથી રાજ્યમાં શાળાઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે બાળકોની સલામતીના હિતમાં રાજ્યની વિવિધ મહાનગરપાલિકા અને જિલ્લામાં સંબંધિત મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર દ્વારા શાળાની ચકાસણી થઈ રહી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર રાજ્યમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સંબંધિત કોર્પોરેશન અને કલેક્ટર દ્વારા બિલ્ડિંગ યુઝ પરમિશન (બીયુ પરમિશન) ન હોય અથવા ફાયર એનઓસી ન હોય અથવા બંને ના હોય કે ફાયર એન.ઓ.સી. રિન્યૂ ન કરાવી હોય એવા સંજોગોમાં શાળા સંકુલ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો