આપણું ગુજરાત

MJMC કોર્સને લઈને મડાગાંઠ : NEPની ગાઈડલાઇનને વળગીએ તો વિદ્યાર્થી પક્ષે અન્યાયની ભીતિ !

રાજકોટ: દેશભરમાં નવી શિક્ષણનીતિ મુજબ નવા અભ્યાસક્રમો બનાવવામાં આવ્યા છે. નવી શિક્ષણનીતિ 2020ને લાગુ કરી દેવામાં આવી છે અને તેને લઈને કેન્દ્રીય શિક્ષણ વિભાગ દ્વારા પણ વિવિધ ગાઈડલાઇન પણ જાહેર કરવામાં આવી છે. પરંતુ આ દરમિયાન પણ તેને લાગુ કરવાને લઈને પણ ઘણી વિસંગતતાઓ જોવા મળી રહી છે. જૂના કોર્સની સિસ્ટમથી ચાલી તો જ વિદ્યાર્થી પક્ષે ન્યાય થાય તેમ છે પરંતુ આવું કરવા જતાં NEPની ગાઈડલાઇન પાલન થઈ શકતી નથી.

ભલે કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિ લાગુ કરી દીધી હોય પરંતુ શિક્ષણ વ્યવસ્થાની આંટીઘૂટીમાં અમુક નિયમોથી વિદ્યાર્થી પક્ષે અન્યાય થાય તેવી નોબત પણ છે. હાલ એવા સમાચાર પણ વહેતા થયા છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા MJMC અર્થાત માસ્ટર ઓફ જર્નાલિજમ એન્ડ માસ કમ્યુનિકેશનના અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમને એક વર્ષનો કરી દેવા માટે પ્રયત્નો હાથ ધરાઇ રહ્યા છે. જો કે અનુસ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમો બે વર્ષના કરી દેવાની નવી શિક્ષણનીતિમાં સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ તેમ છતાં સાઉઆરક્ષત્ર યુનિવર્સિટી દ્વારા આ કોર્સ માટે અમુક કારણોસર એક વર્ષનો કરવા માટેનો પર્યટન કરવામાં આવી રહ્યો છે.

PGDMC કરેલા વિદ્યાર્થીઓના એક વર્ષનું શું ?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પત્રકારત્વના બે અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો ચલાવવામાં આવતા હતા. 1. પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન માસ કમ્યુનિકેશ (PGDMC) અને 2. માસ્ટર ઓફ જર્નાલિજમ એન્ડ માસ કમ્યુનિકેશન (MJMC). આ બંને કોર્સ સ્નાતક બાદ કરવામાં આવતા હતા. કોઈપણ વિષય કે સ્ટ્રીમ સાથે સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ PGDMCના પત્રકારત્વના ઈન્ટ્રોડક્ટરી કોર્સમાં એડમિશન લેતા અને આ વાર્ષિક કોર્સ પૂર્ણ કર્યા બાદ તેમને MJMCના સેમેસ્ટર 2 સમકક્ષ ગણવામાં આવીને સીધુ MJMCના ત્રીજા સેમેસ્ટરમાં એડમિશન આપવામાં આવતું. આ કોર્સ 2023માં જ બંધ કરવાની ચર્ચા હતી પરંતુ આ કોર્સ ચાલુ રાખીને વિદ્યાર્થીઓન એડમિશન આપવામાં આવ્યા હતા અને હવે યુનિવર્સિટી આ કોર્સ બંધ કરી MJMCને બે વર્ષ લંબાવવાની વાત કરી રહી છે. જો આવું કરવામાં આવે તો PGDMCનો વાર્ષિક કોર્સ કરેલા વિદ્યાર્થીઓને અન્યાય થાય.

MJMCના પહેલા બે સત્રો BJMC અને PGDMCનું રિપીટ :
જો કે એક પત્રકારત્વના વિદ્યાર્થી જણાવ્યું હતું કે પત્રકારત્વનો અભ્યાસક્રમ અન્યો અભ્યાસક્રમો કરતાં ઘણો ટૂંકો છે, આથી BJMC કે PGDMC કરીને જો બે વર્ષ MJMC કરવામાં આવે તો પણ પ્રથમ બે સેમેસ્ટર તો આગળના બંને કોર્સનું જ રિપીટ થઈ રહ્યું છે. જો આ કોર્સ બે વર્ષનો કરવામાં આવે તો વિદ્યાર્થીના સમય અને પૈસા બંનેનો બગાડ છે. માટે આ આભ્યાસક્રમને એક વર્ષનો કરવામાં આવે તો જ વિદ્યાર્થી પક્ષે ફાયદો છે.

જો કે મીડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલોમાં એવું કહેવાઈ રહ્યું છે કે આ કોર્સ એક વર્ષનો કરવામાં ખાનગી કોલેજને ખટાવવાનો ઇરાદો રહેલો છે. આ વર્ષે GCAS પોર્ટલ પર બે વર્ષના MJMC કોર્સ માટે એડમિશન પણ આપી દેવામાં આવી રહ્યા છે પરંતુ હવે આ કોર્સ એક વર્ષનો કરવાની ચર્ચા જાગી છે. જો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વના વડાએ જનવયયુ હતું કે નવી શિક્ષણ નીતિ અનુસાર આ કોર્સ બે વર્ષનો કરવાનો હોય અમે નવો અભ્યાસક્રમ પણ બનાવી લીધો છે પરંતુ હવે યુનિવર્સિટી આ અભ્યાસક્રમ એક વર્ષનો કરવાનું કહી રહી છે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ