આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતનો ડંકો: NEET UG 2025માં 2 ગુજરાતી વિદ્યાર્થીઓ ટોપ-10માં, રિઝલ્ટ જાહેર!

નવી દિલ્હી: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા NEET UG 2025 ના પરિણામો જાહેર કરી દેવામાં આવ્યા છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જઈને પોતાનું પરિણામ જોઈ શકે છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓને તેમના રજિસ્ટર્ડ ઈમેલ એડ્રેસ પર પણ પરિણામ મોકલવામાં આવી રહ્યા છે. રાજસ્થાનના હનુમાનગઢના મહેશ કુમારે પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે ટૉપ 10 યાદીમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

NEET UG 2025 ના પરિણામો જાહેર થઈ કરી દેવામાં આવ્યા છે. રાજસ્થાનના હનુમાનગઢના મહેશ કુમારે પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે ઈન્દોરના ઉત્કર્ષ અવધિયા બીજા ક્રમે અને મહારાષ્ટ્રના કૃષાંગ જોશી ત્રીજા સ્થાને રહ્યા છે. ટોપ પાંચમાં દિલ્હીના મૃણાલ કિશોર ઝા ચોથા સ્થાને અને અવિકા અગ્રવાલ પાંચમા સ્થાને છે, જેમાં પ્રથમ ચાર સ્થાનો પર વિદ્યાર્થીઓ અને પાંચમા સ્થાને એક વિદ્યાર્થિની છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના બે વિદ્યાર્થીઓ, જેનિલ વિનોદભાઈ ભાયાણી છઠ્ઠા સ્થાને અને ઝા ભવ્ય ચિરાગ આઠમા સ્થાને છે. બંને વિદ્યાર્થીએ ટોપ-10 માં સ્થાન મેળવીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે.

NEET UG 2025 ના ટોપ-10 રેન્કર્સની યાદી
રૅન્ક 1: મહેશ કુમાર (99.9999547 પર્સેન્ટાઇલ, રાજસ્થાન)
રૅન્ક 2: ઉત્કર્ષ અવધિયા (99.9999095 પર્સેન્ટાઇલ, મધ્ય પ્રદેશ)
રૅન્ક 3: કૃષંગ જોશી (99.9998189 પર્સેન્ટાઇલ, મહારાષ્ટ્ર)
રૅન્ક 4: મૃણાલ કિશોર ઝા (99.9998189 પર્સેન્ટાઇલ, દિલ્હી)
રૅન્ક 5: અવિકા અગ્રવાલ (99.9996832 પર્સેન્ટાઇલ, દિલ્હી)
રૅન્ક 6: જેનિલ વિનોદભાઈ ભાયાણી (99.9996832 પર્સેન્ટાઇલ, ગુજરાત)
રૅન્ક 7: કેશવ મિત્તલ (99.9996832 પર્સેન્ટાઇલ, પંજાબ)
રૅન્ક 8: ઝા ભવ્ય ચિરાગ (99.9996379 પર્સેન્ટાઇલ, ગુજરાત)
રૅન્ક 9: હર્ષ કેદાવત (99.9995474 પર્સેન્ટાઇલ, દિલ્હી)
રૅન્ક 10: આરવ અગ્રવાલ (99.9995474 પર્સેન્ટાઇલ, મહારાષ્ટ્ર)

ઉલ્લેખનીય છે કે NEET UG 2025ની પરીક્ષામાં ગુજરાતના 81605 વિદ્યાથીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જે પૈકી 80151 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી 50040 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button