આપણું ગુજરાત

ભારે વરસાદની પરિસ્થિતિમાં NDRF અને SDRFની ટીમો બની રહી છે “દેવદૂત”

ગાંધીનગર: ગુજરાતમાં સતત પડી રહેલા વરસાદને લઈને અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતી છે. પાણી ભરાવાને લીધે, પૂરના લીધે અનેક લોકો ફસાયા છે જેમાં NDRF અને SDRFની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરીને અનેક લોકોને બચાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા સતત મોનીટરીંગ કરીને રાહત બચાવ કામગીરી NDRF અને SDRFની ટીમો દ્વારા કરવામાં આવી રહી છે.

આજે પોરબંદર જિલ્લાના ચિંગરીયા અને માંડેર ગામના નીચાણવાળા વિસ્તારામાં ફસાયેલા 6 લોકોનું રેસક્યુ NDRF ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. નાના બાળકને મેડિકલ ઈમરજન્સી ઉભી થતા NDRFની ટીમે 2 બાળક , એક પુરુષ અને એ મહિલા સહિત કુલ 6 લોકોનું રેસક્યુ કરીને સુરક્ષિત રીતે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. આ સાથે વડોદરા શહેરના વડસર વિસ્તારમાં પાણી ભરાવાના કારણે ફસાયેલા 49 લોકોને એનડીઆરએફની ટીમ દ્વારા સલામત રીતે બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : આખરે ધીમા પડ્યા મેઘરાજાઃ દાહોદ સહિત અમુક વિસ્તારમાં જ વરસાદ વરસ્યો

ભારે વરસાદની સ્થિતિને લઈને આજવા સરોવરમાંથી પાણી છોડાતાં વિશ્વામિત્રી નદી કિનારાના સુખલી પુરા, કોટાલી, દેણા અને આસોજ ગામની નદીમાં જળસ્તર વધતા નદી કિનારાના સુખલીપૂરામાંથી 71 અને કોટાલીમાંથી 70 સહિત કુલ 141 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આશ્રયસ્થાનોમાં આશરો લેતા લોકોને જિલ્લા પ્રશાસન દ્વારા ભોજન અને પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં ઈન્દીરા નગર, બંબુસર, કરગાટ, પરિએજ,જંગાર અને જંબુસરના સામોદ વગેરે સ્થળોના સ્થળાંતરિત આશ્રિતો માટે ભોજન અને નિવાસની સુવિધા ઉભી કરાઈ હતી.

દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકો અસરગ્રસ્ત થયા છે. સુરતના ઓલપાડ તાલુકાના વાડોલી ગામ ભારે વરસાદથી નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાતા 4 લોકો ફસાયા હતા. સ્થાનિક પ્રશાસન અને NDRFની ટીમ દ્વારા ફસાયેલા 4 લોકો અને પશુઓનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button