આપણું ગુજરાત

નવસારીનાં શિક્ષિકા ગીત ગાતાં ગાતાં ગણિત અને વિજ્ઞાનના પાઠ ભણાવે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: નવસારીના ચીખલી તાલુકાની મજીગામની શાળાના ગણિત-વિજ્ઞાનનાં શિક્ષિકાએ પણ પોતાના વિષય વિદ્યાર્થીઓ સહેલાઈથી સમજી શકે તે માટે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. આ શિક્ષિકાએ ગણિત-વિજ્ઞાન શીખવવા માટે સંગીતને માધ્યમ બનાવ્યું છે. શિક્ષિકાનાં આ નવતર પ્રયાસથી શાળાના વિદ્યાર્થીઓના ફેવરિટ સબ્જેક્ટ મેથ્સ અને સાયન્સ બની ગયા છે.

નવસારી ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળાઓનાં બાળકો શાળાએ આવે અને અઘરા લાગતા વિષયો શીખવામાં રુચિ કેળવે તે માટે સરકારની સાથે સાથે શિક્ષકો પણ નવતર પ્રયાસો કરતા રહે છે. ત્યારે ચીખલી તાલુકાની મજીગામની પ્રાથમિક શાળાનાં શિક્ષિકા બાળકોને ગરબા, ભજન અને લોકગીતની લયમાં ગણિત અને વિજ્ઞાનના પાઠ શીખવાડી રહ્યાં છે. વિદ્યાર્થીઓને અઘરા લાગતા ગણિત અને વિજ્ઞાન વિષયને સમજાવવા ગીતો બનાવી તેને સંગીતમાં ઢાળીને બાળકોને ગવડાવીને સરળતાથી શિખવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જેમાં તેઓ સફળ પણ થયાં છે. પહેલા શાળાના વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાન બંને વિષય સમજાવવા છતાં પણ તેમના માર્ક્સમાં વધારો થતો ન હતો. વિદ્યાર્થીઓની ગણિત વિજ્ઞાન વિષયમાં રુચિ કેળવાય તેના માટે શિક્ષિકા અનેક પ્રયાસો કર્યા, પણ તેઓ નિષ્ફળ રહ્યાં હતાં. મીનાક્ષી સરદારે તેમના અભ્યાસકાળ દરમિયાન ગણિત અને વિજ્ઞાન વિષયમાં કવિતાઓ લખવાનો પ્રોજેક્ટ કર્યો હતો. વિજ્ઞાન વિષયમાં પ્રયોગો, શરીરનાં અંગો વગેરેને સંગીતના માધ્યમથી શિખવવા પ્રથમ વિષયના શબ્દો શોધી, તેના આધારે વાક્યો બનાવી, તેનો પ્રાસ બેસાડી ૬૦થી વધુ ગીતો કે કવિતાઓ તૈયાર કર્યા હતા. બાદમાં તેને ગરબા, ભજન કે લોકગીતોની લયમાં ગાઇને વિદ્યાર્થીઓને શિખવવાના શરૂ કરતા આ પ્રયાસ કારગર સાબિત થયો .

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ