આપણું ગુજરાતનવસારી

ગણદેવીના ગોડાઉનમાં અચાનક લાગી ભીષણ આગ: ત્રણ લોકોના મોત…

નવસારી: નવસારી જિલ્લાના ગણદેવીના દેવસર નજીક એક ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં કેમિકલ બ્લાસ્ટ થતાં ભીષણ આગની ઘટના ઘટી હતી. ભીષણ આગના બનાવમાં ત્રણ લોકોના મોત થયા છે. તે સિવાય અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

આ પણ વાંચો : અમદાવાદમાં વાડજ થી Gandhi Ashram સુધીનો રસ્તો આજથી કાયમ માટે બંધ, જાણો વૈકલ્પિક માર્ગ

કેવી રીતે લાગી આગ?

આ ઘટના અંગે Dysp બીવી ગોહિલે જણાવ્યું હતું કે બીલીમોરા તાલુકાના દેવસર ગામમાં એક ગોડાઉનમાં શ્રમિકો ટ્રકમાંથી કેમિકલ ભરેલા બેરલને ઉતારી રહ્યા હતા ત્યારે સવારે 9 વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. તેમણે જણાવ્યું હતું કે “ત્રણ શ્રમિકોના મોત થયા છે અને અન્ય ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે. હાલ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.”

વધુમાં તેમણે કહ્યું હતું કે અચાનક લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આથી બીલીમોર, ગણદેવી, નવસારી અને ચીખલી તાલુકાઓમાંથી ફાયર ફાઈટરની ટીમોને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી અને આગને કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Surat માં હોલના બેઝમેન્ટમાં ઓક્સિજન લેવલ ઘટતા 20 થી વધુ મહિલા બેભાન…

આ ઘટના અંગે મામલતદાર જગદીશ ચૌધરીએ જણાવ્યું હતું કે ટ્રકની અંદર રાખેલ એક બેરલમાંથી કેમિકલ લીક થવાના કારણે આગ લાગી હતી. પહેલા ટ્રકમાં આગ લાગી અને ત્યારબાદ આગ ગોડાઉનમાં ફેલાઈ ગઈ હતી. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે અન્ય ત્રણ શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button