ખબરદાર, જો ગરબામાં ગોબાચારી થઈ છે તો..અને આયોજકો પણ સાંભળી લે… કોણે કહ્યું આવું ?
શક્તિ અને ભક્તિના પાવન પર્વ એવા રૂમઝૂમ કરતાં નવલા નોરતા આવી ગયા છે.ત્યારે ગરબા પ્રેમીઓમાં અદ્મ્ય ઉત્સાહ અને નવો તરવરાટ જોવા મળે છે.પાસના સેટિંગ થઈ ગયા છે.ફેશનેબલ પરિધાનો પર ઇસ્ત્રી ફરી ગઈ છે અને નીત-નવા ઘરેણાઓની છેલ્લી ઘડીની ખરીદીથી બજારો ઉભરાઇ રહી છે. આ વચ્ચે અમદાવાદ પોલીસે એક એવું ફરમાન કર્યું છે જેનાથી ગરબા પ્રેમીઓમાં દર વર્ષની જેમ નિરાશા જોવા મળી રહી છે. પોલીસે ગરબા આયોજકો માટે ફરમાન બહાર પાડતા કહ્યું કહ્યું છે કે, ગરબા આયોજકો કમિટી મેમ્બર નિયુક્ત કરી લે સાથોસાથ ગરબાનું પ્રવેશ દ્વાર અને ભાર નીકળવાના રસ્તાઓ અલાગ -અલગ હોવા જોઈશે. આમ કહીને લગભગ 22 જેટલા નિયમો દર્શાવી સૂચનાની કડક અમલવારી કરવા અમદાવાદ પોલીસ કમિશ્નરે ફરમાન કર્યું છે. માર્ગદર્શિકામાં પોલીસે ઉમેર્યું છે કે 12 વાગ્યા પછી ગરબાના કોઈ પણ આયોજનમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ નહીં જ થઈ શકે. વધુમાં ફાયર સેફ્ટી, ગરબા મેદાનમાં પ્રવેશ અને ભાર નીકળવાના માર્ગ અલગ ઉપરાંત લાઇટિંગ માં કોઈ પ્રકારે કચાશ ના રહી જાય તેની પણ જવાબદારી વાહન કરવાની રહેશે
આ પણ વાંચો : અમદાવાદના ગરબા આયોજકો આ બાબતોનું ધ્યાન રાખે! ફાયર વિભાગે જાહેર કરી ગાઈડલાઈન્સ
નવલા નવરાત્રીનું પર્વ 3 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર છે ત્યારે પોલીસ વિભાગે પાર્ટી પ્લોટ, ગરબા મેદાનો, કલબ હાઉસ જેવી જગ્યાએ રાત્રિના 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી આપી છે. માર્ગદરિકાના ચુસ્ત પાલન માટે આયોજકોએ એક મેમ્બરને અલગથી જવાબદારી સોંપવાની રહેશે અને તેના નામ, નંબર આધારકાર્ડ વગેરી ચીજ વસ્તુઓની વિગતો સ્થાનિક પોલીસ મથકમાં જમા કરાવવાની રહેશે. જેથી મહિલા સુરક્ષા જેવા કારણોમાં તેમની અલગથી જવાબદારી બની શકે છે. વધુમાં પાર્ટી પ્લોટ અને ગરબામાં લાઉડ સ્પીકર માટેની પરવાનગી સ્થાનિક પોલીસ મથક માથી નહીં મળે. તે માટે ટ્રાફિક શાખાના સંયુક્ત પોલીસ કમિશનર ( લાઇસન્સ બ્રાન્ચ )માથી પરવાનગી મળી શકશે, સાથોસાથ ગરબા મેદાનની આજુબાજુ 200 મીટર સુધી કોઈ ટ્રાફિક જામની સ્થિતિ ના સર્જાય તે જોવાની જવાબદારી પણ આયોજકોની રહેશે
CCTV ફરજિયાત
મહિલા-બાળકોની સુરક્ષા માટે ગરબા આયોજનમાં CCTV ફૂટેજ ફરજિયાત બનાવાયા છે. સાથોસાથ સ્વ્યમાં સેવકો સુરક્ષા ગાર્ડ દ્વારા આનુષાંગિક વ્યવસ્થાઓ આપણ આયોજકોએ જોવાની રહેશે.રસ્તા પર વાહન પાર્કિંગ નહીં થાય.અને આ તમામ નિયમોનું બારીકીથી પાલન થાય તે પણ આયોજનનો એક ભાગ ગણવો પડશે.
12 પછી માઇક ચાલુ રહયાં તો ખેર નથી
પ્લીસે માર્ગદર્શિકામાં જણાવ્યુ છે કે 12 સુધીની જ સેમી મર્યાદા રહેશે. રાત્રિના 12 વાગ્યા પછી જો લાઉસ સ્પીકર સંભળાયા તો સ્થાનિક પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેકટર,ગરબા આયોજકો અને સાઉન્ડ સિસ્ટમ માલિક પર કાર્યવાહી થઈ શકે છે.