આપણું ગુજરાત

ખાલી માતાની ભક્તિ નહીં, 2500 કરોડનો ધંધો થઈ ગયો છે Navratri,એક રાતના પાસના ભાવ સાંભળશો તો…

અમદાવાદ : ગુજરાતના વાઇબ્રન્ટ નવરાત્રી(Navratri)મહોત્સવે સમગ્ર વિશ્વમાં ગરબાનો ક્રેઝ વધાર્યો છે. નવરાત્રીમાં નવદુર્ગાની ઉપાસના સાથે ચાલતા નવ દિવસનો આ ઉત્સવ લોકોમાં ફેવરિટ પણ થઇ રહ્યો છે. ગરબા હવે શેરી અને સોસાયટીમાંથી બહાર નીકળીને પાર્ટી પ્લોટ અને ઇવેન્ટ મેનેજમેન્ટ માટે બિઝનેસ બન્યો છે. જેમાં હવે પાર્ટી પ્લોટમાં પણ ગરબા આયોજકોનું રોકાણ વધ્યું છે. દર વર્ષે ગરબા આયોજનની ઇવેન્ટ મોંઘી બની રહી છે. ત્યારે એક અખબારના અહેવાલ મુજબ આ વર્ષે અમદાવાદ અને ગાંધીનગરમાં નવરાત્રીમાં ગરબાની ઇવેન્ટનો બિઝનેસ સત્તાવાર રીતે રૂપિયા 2,500 કરોડના ટર્નઓવરને વટાવી જશે.

જેમાં રસપ્રદ વાત બાબત એ છે આ આંકડામાં નવરાત્રિને અનુલક્ષીને અન્ય અસંગઠિત બજારો અને કાર્યક્રમોનો સમાવેશ થતો નથી. જેમાં મળતી માહિતી મુજબ ગરબાની કેટલીક ઇવેન્ટ્સમાં સિઝન પાસ માટે રૂપિયા 34,000 ની ભારે ફી વસૂલવામાં આવે છે. જ્યારે કેટેગરીના આધારે નાઇટ પાસ રૂપિયા 14,000 સુધી પહોંચી શકે છે.

| Also Read: Navratri દરમ્યાન સુરતમાં રોમિયોગીરી ભારે પડશે, પોલીસે અમલમાં મુક્યો આ એક્શન પ્લાન…

હાઇ-ટેક ગરબાનું આયોજન

નિષ્ણાતોના મતે ત્રણ વર્ષ પૂર્વે નવરાત્રિનું બજાર આશરે રૂપિયા 500 કરોડ હતું. જે આ વર્ષે વધીને રૂ. 2,500 કરોડ થયું છે.જ્યારે આ વર્ષે અમદાવાદ અને તેની આસપાસ ઘણા એક, બે અને ત્રણ રાત્રિના હાઈ-એન્ડ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. નિયમિત કોમર્શિયલ ગરબા સ્થળો પણ વધ્યા છે. નિયમિત ગરબા આયોજિત કરવા માટે પ્રતિ રાત્રિનો ખર્ચ લગભગ 50 લાખ રૂપિયા થાય છે, જ્યારે હાઇ-ટેક ગરબાનું આયોજન કરવા માટે એક રાત્રિ માટે લગભગ 2 થી2.5 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે.

ભવ્ય સેટઅપ અને ખર્ચમાં વધારો

જેમાં મંડળી ગરબાના પાસની વાત કરીએ તો નવરાત્રિની ઉજવણીના 10 દિવસ માટે 9,000 રૂપિયાનો સીઝન પાસ છે, જ્યારે રાત્રિના પાસની કિંમત વ્યક્તિ દીઠ રૂપિયા 1,800 છે.મંડળી ગરબા (ઓજી મંડળી ગરબા)નો આ વખતે ઈવેન્ટનો સ્કેલ ત્રણ ગણો મોટો છે.જેમાં 60,000 ચોરસ યાર્ડનો વિસ્તાર અને પર્યાપ્ત પાર્કિંગ છે. જ્યારે આ ગરબા આયોજકો જણાવે છે કે ઇવેન્ટમાં ભવ્ય સેટઅપ અને ખર્ચમાં વધારો થતા અમારે ટિકિટના ભાવ ઊંચા રાખવા પડે છે.

ટિકિટની કિંમત રૂપિયા 2,000 પ્રતિ રાત્રિથી વધુ

જ્યારે ઓનલાઈન ટિકિટ સેલિંગ પ્લેટફોર્મ અને અન્ય આયોજકો સાથે વાતચીતથી જાણવા મળ્યું છે કે 50 ટકા ગરબા સ્થળો 99-499 રૂપિયાની કિંમતના પાસ ઓફર કરે છે. જ્યારે 30 ટકા રૂપિયા 499 થી રૂપિયા 1,500, 20 ટકા આયોજકોએ ટિકિટની કિંમત રૂપિયા 2,000 પ્રતિ રાત્રિથી વધુ રાખવામાં આવી છે.

| Also Read: Navratri હશે ભીની-ભીની:

VIP પાસની રેન્જ રૂપિયા 18,000 સુધી

જ્યારે આ ઉપરાંત જ્યારે કેટલીક મોટી ઇવેન્ટ્સ સિંગલ એન્ટ્રી માટે રૂપિયા 3,500 સુધી ચાર્જ કરી રહી છે. ત્યારે કેટલાક રૂપિયા 1,599 થી રૂપિયા 4,500 અને તેથી વધુની કિંમતના કપલ પાસ ઓફર કરી રહ્યાં છે. કેટલાક વિશિષ્ટ અપસ્કેલ ગરબા સ્થળોએ VIP પાસની રેન્જ રૂપિયા 18,000 સુધી છે. જ્યાં ગ્રુપ માટે ખોરાક અને પીણાં અને ફેન્સી રેસ્ટોરન્ટ ટેબલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button