Navratri દરમ્યાન સુરતમાં રોમિયોગીરી ભારે પડશે, પોલીસે અમલમાં મુક્યો આ એક્શન પ્લાન…
સુરતઃ મા અંબાની આરાધનાનો નવરાત્રિનો(Navratri)પવિત્ર તહેવાર 3જી ઓક્ટોબરથી શરૂ થવાનો છે. ત્યારે કેટલાક અસામાજિક તત્વો ગરબા રમતી યુવતીઓ અને મહિલાઓની છેડતી અને હેરાનગતિ કરતા હોય છે. આ વાતને ધ્યાનમાં રાખી આવી ઘટનાઓ ન બને તે માટે સુરત પોલીસની મહિલા શી ટીમ તૈયાર કરી છે. નવરાત્રીના મોટા આયોજનોમાં સુરત પોલીસના મહિલા જવાનો ટ્રેડીશનલ પોશાકમાં સજ્જ થઇ સુરક્ષામાં તૈનાત રહેશે. જેના પગલે હવે રોમિયોગીરી કરતા યુવકોની મુશ્કેલીમાં વધારો થશે.
આ પણ વાંચો :અમદાવાદના Paghdi Manની પાઘડી આ વર્ષે પણ જમાવશે આકર્ષણ: 40 હજારના ખર્ચે બનાવી છે પાઘડી
છેડતીનો પ્રયાસ તો કાયદેસરની કાર્યવાહી થશે
સુરત પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે તમામ તેયારીઓ અને સ્ટાફની ફાળવણી કરી દેવાય છે. જે શહેરમાં અલગ અલગ જગ્યા ઉપર થતા નવરાત્રિના આયોજનોમાં ચણિયાચોળી કે પછી નવરાત્રિના ટ્રેડિશનલ પહેરવેશ પહેરીને મહિલા પોલીસની શી ટીમના કર્મચારીઓ સામાન્ય લોકોની જેમ જ ગરબે રમશે. આ ઉપરાંત ગરબે રમતા રમતા લોકોની સુરક્ષા પર ધ્યાન આપશે. જો કોઈ રોમિયો કે અસામાજિક તત્વો મહિલા કે યુવતીની છેડતીનો પ્રયાસ કરશે. તો આ શી ટીમ દ્વારા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો :ખેલૈયાઓ મન મૂકીને નાચોઃ હર્ષ સંઘવી લાવ્યા છે તમારા માટે ખુશ ખબર…
યુવતીને સુરક્ષિત પોતાના ઘર સુધી પહોચાડશે
સુરતમાં 35 જેટલી શી ટીમ કાર્યરત છે. શી ટીમ આ વખતે નવરાત્રીમાં છેડતીના બનાવો ના બને તે માટે તૈનાત રેહશે. આ સાથે સુરત શહેર પોલીસ દ્વારા ગરબા રમવા જતી મહિલા અને યુવતીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ગરબા બાદ મોડી રાત્રે પરત જવામાં કોઈ મહિલાને સાધન ન મળે તો 100 નંબર ડાયલ કરીને ઘર સુધી પહોંચવામાં પોલીસની મદદ માગી શકે છે અને કોલ મળ્યા બાદ સુરત શહેર પોલીસ દ્વારા પોતાના વાહનમાં આ મહિલા કે યુવતીને સુરક્ષિત પોતાના ઘર સુધી પહોંચાડવામાં આવશે.
આ પણ વાંચો :Navratriમાં દર્શનાર્થીઓ માટે શક્તિપીઠ પાવાગઢ મંદિરના દ્વાર વહેલા ખૂલશે
નવરાત્રિના આયોજનમાં મહિલા સુરક્ષા પર ભાર મૂકાયો
બીજી તરફ સુરત પોલીસ દ્વારા નવરાત્રિના આયોજનમાં મહિલાઓની સુરક્ષા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ગરબાના આયોજન સ્થળની આસપાસ જો કોઈ અવાવરું જગ્યા હોય તો ત્યાં લાઇટિંગની વ્યવસ્થા કરવા આયોજકોને સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત અન્ય કોઈ અવાવરૂ જગ્યા હોય તો ત્યાં પાલિકાની ટીમને સાથે રાખીને લાઇટિંગની વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી છે.આ સાથે એવી જગ્યાઓ પર પોલીસનું સતત પેટ્રોલિંગ રેહશે.