આપણું ગુજરાત

ગુજરાતમાં નેચરલ ફાર્મિંગમાં વિદ્યાર્થીઓ B.S.C. એગ્રીકલ્ચર (ઑનર્સ)નો અભ્યાસ કરી શકશે

ગાંધીનગરઃ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને પદ્ધતિસરના શિક્ષણ દ્વારા ભણાવવાની પ્રક્રિયા આગામી શૈક્ષણિક વર્ષથી સમગ્ર ભારતમાં શરૂ થઈ રહી છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યિનુવર્સિટી (Natural Farming science university) સાથે સંલગ્ન હાલોલ અને અમરેલીની કોલેજોમાં નેચરલ ફાર્મિંગમાં બીએસસી એગ્રીકલ્ચર (ઑનર્સ)ના અભ્યાસ માટે મંજુરી આપવામાં આવી રહી છે.

ગુજરાત રાજભવનમાં આ માટે સૌપ્રથમ બેઠક યોજાઈ હતી, ત્યારબાદ દેશના વિવિધ રાજ્યોમાં શ્રેણીબદ્ધ બેઠકો અને વિચાર-વિમર્શ પછી નેચરલ ફાર્મિંગનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વર્ષ 2022માં આ પ્રાકૃતિક કૃષિના આ અભ્યાસક્રમનું અનાવરણ કર્યું હતું. વર્ષ 2023-24 થી ગુજરાતની તમામ કૃષિ યુનિવર્સિટીઓમાં પ્રાકૃતિક કૃષિનો અભ્યાસક્રમ દાખલ કરવામાં આવ્યો છે.

Read more: Agniveer scheme: અગ્નિવીર યોજનામાં મોટા ફેરફારો અંગે ચર્ચા, 60-70% અગ્નિવીરને ‘કાયમી’ કરવામાં આવી શકે છે

ચાર વર્ષ અને 185 ક્રેડિટનો નેચરલ ફાર્મિંગનો અભ્યાસક્રમ ભારતની અગ્રણી કૃષિ યુનિવર્સિટીઓ સાથે-સાથે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીમાં પણ આ અભ્યાસક્રમ આ શૈક્ષણિક વર્ષથી ભણાવવામાં આવશે. સરકારની પહેલથી મધ્ય ગુજરાતના હાલોલમાં વિશ્વની સૌપ્રથમ પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા નેચરલ ફાર્મિંગના બી.એસ.સી. એગ્રીકલ્ચર (ઑનર્સ)ના અભ્યાસ માટે હાલોલ અને અમરેલીની કોલેજોને મંજૂરી આપવામાં આવી છે. વર્ષ 2024-25 માટે આ બંને કોલેજોમાં 50-50 વિદ્યાર્થીઓની ક્ષમતામાં પ્રવેશ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે.

Read more: ભગવાન જગન્નાથના રાજ્યમાં મોહનનું રાજ

રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગથી જમીન અને માનવ જીવનનું આરોગ્ય જોખમાયું છે. ત્યારે આ પરિસ્થિતિનો એકમાત્ર ઉકેલ પ્રાકૃતિક કૃષિ છે. નેચરલ ફાર્મિંગના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક કૃષિનું વિજ્ઞાન અને જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, જંતુનાશક અસ્ત્રો, આચ્છાદન, મિશ્ર પાક અને વાપ્સા જેવા તેના મુખ્ય આયામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દેશી અળસિયા તેમજ સૂક્ષ્મમિત્રજીવાણુઓ દ્વારા જમીનના આરોગ્યની જાળવણી અને ફળદ્રુપતામાં વૃદ્ધિ વગેરેની બાબતોનો અભ્યાસ વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિક અભિગમથી કરી શકે તે આ અભ્યાસક્રમનો ઉદ્દેશ છે.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker