આપણું ગુજરાતગાંધીનગરટોપ ન્યૂઝ

સરકારનો મોટો નિર્ણયઃ સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતના ખેડૂતોને સિંચાઈ માટે મળશે નર્મદાનું પાણી

ગાંધીનગર: સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતના ખેડૂતો માટે સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને રવિ મોસમના પાક વાવેતર માટે પૂરક સિંચાઈ અને પીવાના હેતુસર પાણીની સુવિધા પુરી પાડવા નર્મદાનું કુલ 30,504 MCFT પાણી ફાળવવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણયથી 60 હજાર એકર ખેતીલાયક જમીનને સિંચાઇનો લાભ મળશે.

સરકારે લીધો ખેડૂતલક્ષી નિર્ણય

ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર ખેડૂતો દ્વારા ખરીફ પાકની ઋતુ પૂર્ણ થયા બાદ હવે રવિ પાકના વાવેતરનો સમય હોય આ દરમિયાન બહોળા પ્રમાણમાં પાકનું વાવેતર થાય તેના આયોજનના ભાગરૂપે પૂરક સિંચાઈ અર્થે તળાવો તથા ચેકડેમો ભરવા નર્મદાના આ પાણીની ફાળવણી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાત હાલ નર્મદા મુખ્ય નહેર આધારિત પાઈપલાઈનો મારફત ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં સૌની યોજના દ્વારા સિંચાઈ અને પીવાના હેતુસર વર્ષમાં વિવિધ તબક્કે નર્મદાના પાણીની ફાળવણી કરવામાં આવે છે.

15 માર્ચ સુધી મળશે પાણી

રાજ્ય સરકારે આ સંદર્ભે નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વહન પાઈપલાઈનો મારફત ઉત્તર ગુજરાત વિસ્તાર માટે ૧૬,૬૩૭ એમ.સી.એફ.ટી. તથા સૌરાષ્ટ્ર વિસ્તાર માટે 13,867 એમ.સી.એફ.ટી. મળી કુલ 30,504 એમ.સી.એફ.ટી. નર્મદાનું પાણી તારીખ 15 માર્ચ ૨૦૨૫ સુધી ફાળવવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો : ભુજના દહીસરામાં મહિલા CHO ની છેડતીઃ આરોપીના પરિવાર દ્વારા તોડફોડ…

60 હજાર એકર ખેતીલાયક જમીનને લાભ

નર્મદાના આ પાણીની ફાળવણીથી ઉત્તર ગુજરાત વિસ્તારના 952 તળાવો અને સુજલામ સુફલામ સ્પ્રેડીંગ નહેર તથા સૌની યોજનાથી સૌરાષ્ટ્ર વિસ્તારના 243 તળાવો અને 1820 ચેકડેમ થકી અંદાજે 60 હજાર એકર ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button