નર્મદા ડેમમાંથી 4.50 લાખ ક્યુસેક પાણી છોડાયું, ભરૂચ અને વડોદરાના નદીકાંઠાના ગામોમાં એલર્ટ...
Top Newsઆપણું ગુજરાત

નર્મદા ડેમમાંથી 4.50 લાખ ક્યુસેક પાણી છોડાયું, ભરૂચ અને વડોદરાના નદીકાંઠાના ગામોમાં એલર્ટ…

અમદાવાદ : ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે. નર્મદા ડેમ અત્યાર સુધીમાં 90 ટકા ભરાયો છે. જેમાં ઉપર વાસમાંથી 5,30,291 ક્યુસેક પાણીની આવક વધતા નર્મદા ડેમના જળ સ્તરમાં વધારો થયો છે.

તેમજ છેલ્લા 24 કલાકમાં પાણીમાં વધારો થતા અત્યારે નર્મદા ડેમનું જળ સ્તર 135.93 મીટર સુધી પહોંચ્યું છે. જેના પગલે ડેમનું જળસ્તર જાળવવા માટે હાલ ડેમના 23 દરવાજા 2.50 મીટર સુધી ખોલીને નર્મદા નદીમાં 4.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નદીનું 22 ફૂટ વોર્નિંગ લેવલ
નર્મદા નદીના પાણી છોડાતા ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાઓના નર્મદા નદી કિનારે સ્થિત 27 ગામડાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નર્મદા નદીના જળસ્તર પણ નોંધપાત્ર વધારો થયો છે. હાલમાં નદી તેની ભયજનક સપાટી વટાવી ગઈ છે.

ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નદીનું 22 ફૂટ વોર્નિંગ લેવલ અને 24 ફૂટ ભયજનક સપાટી છે. નદીની ભયનજક સપાટી 24 ફૂટ પર પહોંચી છે. જેના પગલે નદીકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નર્મદા નદીમાં છોડાયેલા પાણીના પરિણામે વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદી ત્રીજી વાર બે કાંઠે વહેતી જોવા મળી રહી છે.

શિનોર, ડભોઇ અને કરજણ તાલુકાના 25 ગામોને એલર્ટ રહેવા સુચના
જેમાં વડોદરા જિલ્લાના શિનોર, ડભોઇ અને કરજણ તાલુકાના 25 ગામોને એલર્ટ રહેવા સુચના આપવામાં આવી છે.
જયારે બીજી બાજુ કડાણા ડેમમાંથી પણ મહિસાગર નદીમાં 3 લાખ ક્યુેસેક પાણી છોડવામાં આવતાં વડોદરા જિલ્લાના ડેસર, સાવલી, પાદરા અને વડોદરા તાલુકાના 49 ગામોને એલર્ટ રહેવા સુચના આપવામાં આવી છે.

ઉપરવાસની આવક વધતાં જિલ્લાના વિવિધ તાલુકાના કાંઠા ગામો પણ નદીનું સ્તર વધતાં નીચાણવાળા ગામોને નદીકાંઠે ન જવાની સુચના આપવામાં આવી છે.

કડાણામાં પાણીની આવક વધતાં 3 લાખ કયુસેક પાણી છોડવામાં આવ્યુ
જયારે કડાણા ડેમમાં પણ પાણીની આવક વધતાં 3 લાખ કયુસેક પાણી છોડવામાં આવ્યુ હતું. જેમાં વડોદરા જિલ્લાના પાદરા, સાવલી અને તાલુકાના 49 ગામો એલર્ટ કરાયા હતાં. જયારે નર્મદાના કારણે ડભોઇના 3, શિનોરના 11 અને કરજણ તાલુકાના 11 ગામો એલર્ટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો…ગુજરાતમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય, ત્રણ જીલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button