Narmada ડેમની સપાટી 137 મીટરને પાર, મહત્તમ સપાટીથી માત્ર 1.64 મીટર દુર

નર્મદાઃ નર્મદા(Narmada)ડેમના ઉપરવાસ વિસ્તારમાં વરસાદ ચાલુ રહેતા ડેમમાં પાણીની આવક વધી રહી છે. જેના પગલે આ ચોમાસામાં પ્રથમવાર સરદાર સરોવર ડેમની સપાટી 137 મીટરને પાર થઈ છે. અત્યાર સુધી ઉપર વાસમાંથી 3,77406 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ નર્મદા નદીમાંથી કુલ 3,46496 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા ડેમની સપાટી વધવાને કારણે વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
મહત્તમ સપાટીથી માત્ર 1.64 મીટર દુર
નર્મદા નદીમાં પાણીની આવક થવાને કારણે હાલ નર્મદા ડેમની સપાટી 137.04 મીટરે પહોંચી છે. આ સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ 137 મીટરને પાર થઇ ગઇ છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. એ જોતા નર્મદા ડેમની મહત્તમ સપાટીમાં માત્ર 1.64 મીટર બાકી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં એક અઠવાડિયા વરસાદનું એલર્ટ; આજે દાહોદ, નર્મદા સહિતના જિલ્લામાં વરસાદની સંભાવના…
15 દરવાજા 2.50 મીટર ખોલાયા
નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થતા ફરી નર્મદા ડેમના 15 દરવાજા ખોલાયા 2.50 મીટર ખોલાયા છે. જેના કારણે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાનાં 42 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થતા ફરી નર્મદા ડેમના 15 દરવાજા ખોલાયા 2.50 મીટર ખોલવામાં આવ્યા છે. જેના કારણે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાનાં 42 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.