નર્મદા ડેમની સપાટીમાં વધારો: 15 ગેટ ફરી ખોલાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: નર્મદા નદી પરના ઉપરવાસમાં ફરી એકવાર ભારે વરસાદ શરૂ થતા સરદાર સરોવરમાં પાણીનો આવરો વધી રહ્યો છે. તાજેતરમાં જ ઉપરવાસમાં વરસાદને પગલે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતાં નર્મદા નદી પટ વિસ્તારમાં આવેલા નર્મદા, ભચ, વડોદરા સહિતના જિલ્લાઓમાં પૂરના પાણીએ તબાહી મચાવી હતી અને વિવાદ સર્જાયો હતો.
નર્મદા નદીના કેચમેન્ટ વિસ્તારોમાં બે દિવસથી ઉપરવાસમાં ભારે વરસાદથી સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. નદીમાંથી 1,60,025 ક્યુસેક પાણીની આવક થઇ છે. તેમાં નર્મદા ડેમની સપાટી 137.96 મીટરે પહોંચી હતી તેમજ 15 ગેટ ફરી ખોલાયા છે. દરવાજા ખૂલતા જ નર્મદા નદીમાં 2,43,000 ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે.
દરમિયાન પાણી નર્મદા નદીમાં વહી રહ્યું હોવાથી તંત્ર દ્વારા તકેદારીનાં પગલાં લેવામાં આવ્યાં છે.જોકે વડોદરા, ભચ, નર્મદા સહિતના પાંચ જિલ્લાઓમાં હજુ પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહતની કામગીરી ચાલી રહી છે. ત્યારે સંભવિત પૂરને ધ્યાનમાં રાખીને તંત્રની સાબદું કરવામાં આવ્યું છે. ઉ