આપણું ગુજરાતટોપ ન્યૂઝભરુચવડોદરા

Narmada Dam છલકાવાની તૈયારીમાં, ભરૂચ અને વડોદરાના ગામોને એલર્ટ કરાયા

નર્મદાઃ ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની (Narmada Dam) જળ સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવકના પગલે નર્મદા ડેમની જળ સપાટીમાં 24 કલાકમાં બે સેમીનો વધારો થયો છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 138.46 મીટરે પહોંચી છે. ઉપરવાસમાંથી 1,44540 ક્યુસેક પાણીની આવક થઈ છે. નર્મદા નદીમાં કુલ 80836 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. નર્મદા ભરૂચ અને વડોદરાના ગામોને કરાયા એલર્ટ કરવામાં આવ્યા છે. સરદાર સરોવર સંપૂર્ણ ભરાવાથી ખૂબ જ નજીક છે.

ડેમના 10 દરવાજા ખોલાયા

ઉપરવાસમાંથી 1,44540 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેના પગલે નર્મદા ડેમના 10 દરવાજા 1.35 મીટર ખોલવામાં આવ્યા છે જેના કારણે 42 કાંઠા વિસ્તારમાં આવતા ગામોને એલર્ટ કરાયા છે. નર્મદા ડેમમાં 98 ટકા નર્મદા ડેમ ભરાયો છે. તેમજ 138.44 મીટરે નર્મદા ડેમની સપાટી પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે.આ ડેમ સંપૂર્ણ ભરાવાથી માત્ર 24 સેન્ટીમીટર દૂર છે.

અંદાજે 2.90 કરોડ લોકોને પીવાનું પાણી પૂરું પાડે છે

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં બે વર્ષ ચાલે એટલો પાણીનો જથ્થો ભરાઈ ચુક્યો છે. હાલ સરદાર સરોવર 100 ટકા ભરાવાથી માત્ર બે ટકા બાકી છે. તેમજ ઉપરવાસમાંથી હજુ પણ પાણીની આવક થવાની શક્યતાના પગલે નર્મદા ડેમ પણ નજીકના દિવસોમાં ઓવરફ્લો થવાની પૂરી શક્યતા છે. નર્મદા ડેમમાં રાજ્યના 173 શહેર અને 9490 ગામના અંદાજે 2.90 કરોડ લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત રાજ્યના 18.45 લાખ હેકટરમાં સિંચાઈ માટે પણ પાણી પૂરું પાડવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button