આપણું ગુજરાત

ગુજરાતમાં મહિલાઓની વહીવટી કુશળતા માટે સ્થપાશે ખાસ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ

ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા નારી ગૌરવ નીતિનું પુનઃ ઘડતર કર્યું છે, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે નારી ગૌરવ નીતિ 2024 જાહેર કરી છે. જાતિગત બાબતને વિકાસના મુખ્ય પ્રવાહમાં સમાવિષ્ટ કરી રાજ્ય અને દેશમાં જાતિગત સમાનતા લાવવાના ઉદાહરણરૂપ પ્રયત્નો કરનાર દેશમાં ગુજરાત એક પ્રથમ રાજ્ય બન્યું હતું કે જેને મહિલાઓના સર્વાંગી વિકાસ માટેની અલયાદી નીતિનું ઘડતર કર્યું હોય.

નીતિ-૨૦૨૪માં સમાવિષ્ટ ક્ષેત્રો :
નારી ગૌરવ નીતિ-૨૦૨૪માં મહિલાઓના સર્વાંગી વિકાસ, આધુનિક વિકાસ તેમજ તકનીકી વિકાસને અનુલક્ષી અગાઉની નીતિ પ્રમાણે ૮ ક્ષેત્રોનો સમાવેશ કરેલ છે, જેમાં અગાઉના ક્ષેત્રો અને નવીન ક્ષેત્રોને પણ સંકલિત કરવામાં આવેલ છે, જેમાં ૧) શિક્ષણ અને રમતગમત, ૨) હિંસા અને સુરક્ષા, ૩) આરોગ્ય, પોષણ અને જીવનની ગુણવત્તા, ૪) પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ, ૫) સામાજિક સુરક્ષા અને કલ્યાણ, ૬) વિજ્ઞાન અને ટેકનોલોજી, ૭) આર્થિક પર્યાવરણ અને ૮) વહીવટ અને નિર્ણય-શક્તિનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : 4000 જૂના શિક્ષકોની કરાશે ભરતી

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી નારી ગૌરવ નીતિ- 2024માં શૈક્ષણિક સંસ્થાઓમાં કન્યાઓ માટે સ્વ- રક્ષણ અર્થાત સેલ્ફ ડિફેન્સ અંગેના પ્રશિક્ષણના પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે. આ નીતિની શરૂઆતના એક જ વર્ષમાં ત્રિસ્તરીય પંચાયતમાં ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓમાં વહીવટી કુશળતા વિકસાવવા માટે તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્તરે સહાયતા કેન્દ્રો એક પ્રકારના ટ્રેનિંગ ઇન્સિટ્યુટ બનાવવાનો પણ લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

નીતિનું અમલીકરણ : નારી ગૌરવ નીતિ એ રાજ્યની તમામ મહિલાઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ વિભાગોના સમન્વય થી અમલી બનાવેલ હોઈ નીતિમાં સમાવિષ્ટ ક્ષેત્રો અને તેના અમલીકરણની જવાબદારી દરેક વિભાગની રહે છે, દરેક વિભાગે નીતિમાં સમાવિષ્ટ પોતાના વિભાગના સબંધિત મુદ્દાઓ અંગે નિયત સમયમાં કાર્યવાહી કરવાની નિર્દેશ કરવામાં આવેલ છે.

નીતિનું મોનીટરીંગ અંગે સમીક્ષા :
નારી ગૌરવ નીતિના સુચારું અમલીકરણ, કામગીરીની સમીક્ષા અને મૂલ્યાંકન માટે માન. મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષ સ્થાને રાજ્યકક્ષાની સમિતિની રચના કરવામાં આવેલ છે, જે સમયાંતરે નીતિની સમીક્ષા કરી સુચારુ અમલીકરણ માટે જરૂરી દિશા નિર્દેશ કરશે.

નીતિના અમલીકરણથી થનાર સંભવિત ફાયદાઓ:
વિકાસના તમામ મુખ્યપ્રવાહોમાં જાતિગત બાબતનો સ્વીકાર અને સમાવેશ થશે
સમાજમાં પ્રવર્તતા જાતિગત ભેદભાવો, માનસિકતા તેમજ જાતિગત હિંસામાં ઘટાડો થશે
રાજ્યમાં મહિલાઓ માટે સ્વમાન અને સુરક્ષાનું વાતાવરણ ઉભું થશે
મહિલાઓ માટે વિકાસની વધુ તકોનું સર્જન થશે જેથી, મહિલાઓ વધુ સશક્ત બનશે
લાંબા ગાળે સામાજિક પ્રથાઓ, રૂઢિગત માનસિકતા અને રીત-રીવાજોમાં ફેરફારને પણ પ્રોત્સાહન મળશે, અને જે વધુ સમાન અને પ્રગતિશીલ વાતાવરણ ઉભું કરશે.

Show More

Related Articles

Back to top button
આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ આજથી શરૂ થયેલો September, આ રાશિના જાતકોનું વધશે Bank Balance… ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી