દાહોદ શહેરના છાબ તળાવના નવીનીકરણ પ્રોજેક્ટનું નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સમગ્ર દેશના સ્માર્ટ સિટીમાં સમાવિષ્ટ એક માત્ર નગરપાલિકા વિસ્તાર એવા દાહોદના મધ્યમાં આવેલા ઐતિહાસિક છાબ તળાવનો . 117 કરોડના ખર્ચથી કાયાકલ્પ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનું છોટા ઉદેપુર ખાતેથી 27મીએ વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલ કરશે.
માળવા ઉપર ચઢાઇ કરવા જઇ રહેલા સિદ્ધરાજ જયસિંહએ દાહોદમાં લાવલશ્કર સાથે છાવણી નાખી. એ વિસ્તાર આજે પણ પડાવ તરીકે ઓળખાય છે. આ સૈનિકની સંખ્યા એટલી બધી હતી કે પાણીની જરૂરિયાત માટે તમામે એક એક એક છાબ ભરી માટી કાઢી એટલે આ છાબ તળાવનું નિર્માણ થયું.
હજુ પણ ત્યાં ખોદકામ દરમિયાન પુરાતત્વીય અવશેષો મળી આવે છે. આવા ઐતિહાસિક તળાવના નવનિર્માણનું કાર્ય સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ હાથ ધરવામાં આવ્યું છે.
છાબ તળાવ નવીનીકરણ પ્રોજેક્ટ અંતર્ગત આ પ્રોજેક્ટ જુલાઈ 2019 માં શરૂ કરવામાં આવ્યો હતો જે એપ્રિલ 2023 માં પૂર્ણ થઈ ગયો હતો.
આ પ્રોજેક્ટ અંતર્ગત છાબ તળાવના બ્યુટીફિક્શન માટે કુલ 4 ગાર્ડનનો કાયાકલ્પ કરવામાં આવ્યો છે, જેમાં જોગિંગ ટે્રક, બાજુમાં પગપાળા ચાલવા માટે પાકા રસ્તા, સાઇકલ ટે્રક, લેન્ડસ્કેપ ટ્રી એવન્યુ ગાર્ડન, ગ્રીન સ્પેસ સહિત સ્થાનિકો માટે વ્યવસાયની સાથે પ્રવાસન સ્થળ તરીકે પણ સતત જીવંત બની રહેશે.
છાબ તળાવ એ સમગ્ર દાહોદ શહેરનું હાર્દ સમું તળાવ છે. જેને લઇને દાહોદવાસીઓ ગૌરવ અનુભવે છે. અહીં મનોરંજનની સાથોસાથ જાહેર સુવિધાઓ, બગીચાઓ, બોટિગ સુવિધા, મુલાકાતીઓ માટે પ્લેટફોર્મ પૂં પાડવામાં આવશે. ઉપરાંત 2.5 કિમી લાંબો પથ – વે, સાઇકલિંગ, ફ ટોપ સોલાર, એમ્ફિથિયેટર વગેરે જેવી વિવિધ વિશેષતાઓ કે જે પ્રકૃતિદત્ત છે એ દરેક આ બ્યુટીફિકેશનમાં સમાવી લેવામાં આવ્યું છે.