આજથી 22 વર્ષ પહેલા રાજકોટની આ ઘટનાએ ગુજરાત અને દેશને આપ્યા આ કદાવર નેતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી Prime minister Narendra Modi આજે રાજકોટમાં છે. અહીં તેઓ એઈમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. તે પહેલા તેમનો રોડ શો યોજાઈ ગયો અને હંમેશાંની જેમ હજારો રાજકોટવાસીઓએ તેમને ફુલડાથી વધાવ્યા. ત્યારે આજનો દિવસ મોદી અને રાજકોટ (Rajkot) માટે અલગ જ દિવસ છે. આજથી 22 વર્ષ પહેલા નરેન્દ્ર મોદી (Narendra Modi) જાહેર જનતામાં આટલું જાણીતું નામ ન હતું.
The vibrancy of Rajkot is exceptional. Speaking at the launch of development works pertaining to healthcare, connectivity, energy and tourism sectors. https://t.co/2RCYLLTTUv
— Narendra Modi (@narendramodi) February 25, 2024
સંગઠનમાં ખૂબ જ મજબૂત સ્થાન ધરાવતા મોદીએ પહેલીવાર જાહેર જીવનમાં પગ મૂક્યો હતો. તેમણે જીવનની પહેલી ચૂંટણી રાજકોટ-2, જે હાલમાં રાજકોટ પશ્ચિમ (Rajkot west seat) બેઠક તરીકે ઓળખાય છે ત્યાંથી લડી હતી અને 24મી ફેબ્રુઆરી, 2002માં તેમને વિજયી જાહેર કરવામાં આવ્યા હતા. ગુજરાત, ભાજપ અને દેશના રાજકારણની આ ખૂબ જ મહત્વની ઘટનાને 22 વર્ષ પૂરા થયા છે. પહેલી ચૂંટણી દરમિયાન આ બેઠક પર 52 ટકા આસપાસ મતદાન થયું હતું અને મોદીએ કૉંગ્રેસના ઉમેદવાર અશ્વિન મહેતાને 15,000 મતની લીડથી હરાવ્યા હતા. આ પેટાચૂંટણી હતી કારણ કે ભુકંપના પગલે તત્કાલીન મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલને હટાવી ભાજપે મોદીને પદ આપ્યું હતું અને ત્યારબાદ તેઓ ચૂંટણી લડ્યા હતા.
મોદીએ રાજકોટ સાથેનો આ નાતો ગઈકાલે ફરી યાદ કર્યો હતો અને ટ્વીટ પણ કર્યું હતું. તે ચૂંટણી બાદ ગુજરાતના સૌથી લાડીલા મુખ્ય પ્રધાનની 15 વર્ષની સફર અને હવે દેશના સૌથી મજબૂત વડા પ્રધાન તરીકેની દસ વર્ષની સફરમાં મોદીએ ખેડી છે.
વડા પ્રધાન બન્યા બાદ તેઓ દસ વર્ષમાં સાત વાર રાજકોટ આવી ગયા છે. મોદી વારંવાર વિવિધ સ્થળોની મુલાકાત લે છે અને લોકો સાથે સંવાદ સાધે છે અને તેમનો મિજાજ પણ પારખે છે.
આજે પણ તેઓ રાજકોટવાસીઓ માટે 700 બેડની સુવિધાવાળી હૉસ્પિટલ સહિતના વિવિધ કામો પ્રજાને અપર્ણ કરશે. 25-2-2002ના દિવસે અહીં મોદીની પહેલી ચૂંટણીના વિજયની ઉજવણી થતી હતી ત્યારે હવે આજનો દિવસ તેમની આવનારી લોકસભાની ચૂંટણીની તૈયારીનો ભાગ છે તેમ કહેવું ખોટું નથી. આ ચૂંટણી જીત્યા બાદ તેઓ ત્રીજી વાર દેશના વડા પ્રધાન બનશે.