આપણું ગુજરાત

યુક્રેન પ્રવાસ બાદ નરેન્દ્ર મોદી આવી શકે છે માદરે વતન!

New Delhi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 23 ઓગષ્ટના રોજ યુક્રેનની મુલાકાતે જવાના છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી દ્વારા નરેન્દ્ર મોદીને યુક્રેનની મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ દરમિયાન માહિતી પ્રાપ્ત થતી રહી છે કે ત્યાંથી પરત ફર્યા બાદ તેઓ વતન ગુજરાતની મુલાકાતે આવવાના છે. સરકાર બનાવ્યા બાદ વડાપ્રધાન પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવવાના છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી શકે છે. PM મોદી ઓકટોબર મહિનાના અંતમાં ગુજરાતનાં પ્રવાસે આવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડીયા કોલોની ખાતે યોજાનાર એકતા પરેડમાં હાજરી આપે તેવિ માહિતી મળી રહી છે. આગામી 30 અને 31 ઓગસ્ટમાં પીએમ મોદીના ગુજરાત પ્રવાસનું આયોજન કરવામાં આવી રહયું છે.

એકતા પરેડની પૂર્વતૈયારીરૂપે અજયકુમાર ભલ્લાએ ઉજવણી સંદર્ભે પ્રાથમિક સ્થળ નિરીક્ષણ કરીને રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે રાષ્ટ્રીય એકતા પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સંદર્ભે સંયુક્ત બેઠક યોજીને રચનાત્મક સૂચનો કર્યા હતા. પરેડ સંદર્ભે ભલ્લાએ પરેડ ગ્રાઉન્ડ અને નિર્માણાધિન વોક-વે નું નિરીક્ષણ કર્યું હતું.

આ ઉપરાંત અજયકુમાર ભલ્લાએ વેલી ઓફ ફ્લાવરની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારી ગોવિંદ મોહન ભલ્લાના ખાસ ફરજ પરના અધિકારી તરીકે તેમની સાથે મુલાકાતમાં સાથે જોડાયા હતા.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button