આપણું ગુજરાત
વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક હડપલા કરતો નરાધમ પ્રિન્સિપાલ પકડાયો

રાજકોટ: રાજકોટની શિક્ષણ જગતની શર્મનાક ઘટના સામે આવી છે. હરી ઘવા રોડ ઉપર આવેલી સરસ્વતી સંકુલ ની વિદ્યાર્થીનીઓ સાથે તેના પ્રિન્સિપાલ રાકેશ સોરઠીયા દ્વારા અડપલા કરવામાં આવતા વાલીઓમાં અને સ્થાનિક રહીશોમાં રોશની લાગણી ફેલાઈ હતી.
સ્કૂલના જ પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીનીઓને અડપલા કર્યા હોવાની ફરિયાદ નોંધાય છે અગાઉ પણ આ શખ્સે વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કર્યા હતા પરંતુ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. પરંતુ હદ વટાવતા વાલીઓએ હિંમત કરી અને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને તાત્કાલિક તપાસની અધિકારી સરવૈયાએ રાકેશ સોરઠીયા નામના શકસ ને ઝડપી પાડવામાં આવ્યો હતો . પોકસો સહિત ની કલમો આરોપી વિરુદ્ધ નોંધવામાં આવી છે. શિક્ષણ જગતને બદનામ કરતો કિસ્સો લોકોમાં રોષનું કારણ બન્યો છે.