નલિયા ઠુઠવાયુંઃ ગુજરાતમાં ઠંડીની ઝપેટમાં ગુજરાત, હજુ ઠંડીની આગાહી
અમદાવાદઃ નવેમ્બર અને ડિસેમ્બરમાં ગુજરાતમાં વાતાવરણમાં ગરમાવો હતો અને તાપમાનનો પારો નીચે આવવાને બદલ ઉપર રહેતો હતો, પરંતુ જાન્યુઆરી મહિનામાં શિયાળાએ રંગ જમાવ્યો છે અને છેલ્લા 3-4 દિવસથી ઠંડીએ રાજ્યને ઝપેટમાં લીધું છે. ગુજરાતમાં મોટા ભાગના જિલ્લાઓમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થઈ ગયો છે. નલિયા, ભુજ, કંડલા, રાજકોટ, કેશોદ, ડિસા, ગાંધીનગરમાં લધુત્તમ તાપામાન સિંગલ ડિજીટમાં નોંધાઈ રહ્યું છે. હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. જેથી પવનોની દિશા બદલાને કારણે રાજ્યભરમાં કાતિલ ઠંડીનો લોકોને અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના સાત શહેરોમાં લધુત્તમ તાપામાનનો પારો ગગડયો છે અને તેની અસર આખા રાજ્યમાં અનુભવાઈ રહી છે.
રાજ્યમાં સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું છે. નલિયા 3.4 ડિગ્રીમાં ઠુઠવાઈ ગયું છે, જેની અસર સમગ્ર કચ્છમાં વર્તાય છે. આ ઉપરાંત ભુજમાં 9 ડિગ્રી, કંડલામાં 8 ડિગ્રી, રાજકોટમાં 7 ડિગ્રી, કેશોદમાં 9 ડિગ્રી, ડિસામાં 9 ડિગ્રી, ગાંધીગગરમાં 9 ડિગ્રી લધુત્તમ તાપામાન પહોંચી ગયુ છે.
Also read: ગુજરાતમાં ઠંડીને લઈને હવામાન વિભાગની મહત્વની આગાહી, એવી ઠંડી પડશે કે…
વિભાગ હવામાન વિભાગે આપેલી જાણકારી અનુસાર હજુ બે દિવસ ઠંડીનો ચમકારો આવો જ રહેશે. ત્યારબાદ 1થી 3 ડિગ્રીનો ફેરફાર આવે તેવી સંભાવના છે. અગાઉ વહેલી સવાર અને મોડી રાત્રે ઠંડી અનુભવાતી હતી, પરંતુ છેલ્લા ત્રણેક દિવસથી સમગ્ર દિવસ દરમિયાન ઠંડી અને ઠંડી પવનોનો મારો રહે છે અને દિવસ દરમિયાન પણ લોકોએ સ્વેટર, ટોપી, મફલર સાથે નીકળવું પડે છે. આ સાથે ગામડા અને શહેરોમાં સવારે 11 સુધી અને રાત્રે 9 પછી લોકોનું બહાર નીકળવાનું પ્રમાણ ઓછું છે. શહેરોમાં કામેકાજે જતા આવતા લોકો સિવાયના લોકો ઘરમાં જ રહેવાનું પસંદ કરે છે તો ગામડામાં સાંજે 7 પછી સુનકાર છવાઈ જાય છે.