નખત્રાણામાં માબાપના ડરથી છોકરાઓએ કર્યું મોટું પરાક્રમ, પોલીસ તપાસમાં થયો પર્દાફાશ

ભુજ: કચ્છના સરહદી તાલુકા નખત્રાણામાં રમત-ગમતના મેદાનમાં કથિત રીતે બે બાળકોને થાંભલા સાથે બાંધી, બંધક બનાવી અન્ય અજાણ્યા માસ્કધારી બાળકોએ ક્રૂરતાપૂર્વક સુતળી બોબ્બથી દઝાડ્યાની ઘટના ચર્ચાનું કારણ બની છે. બાળકો પોતાની રીતે દાઝયા બાદ માતા-પિતાના ડરમાં આવી જઈને ઘરે બનાવટી વાત ઉપજાવી કાઢી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું.
Also read: 10 વર્ષમાં જમ્મુ-કાશ્મીર, પૂર્વોત્તર અને નકસલ પ્રભાવિત વિસ્તારોમાં હિંસા 70 ટકા ઘટીઃ અમિત શાહ
બાળકોએ કરી કબૂલાત ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેવા સોશિયલ મીડિયાના માધ્યમમાં આગની જેમ વહેતા થયેલા અહેવાલો તેમ જ વિવિધ સમાચાર પત્રોમાં ચમકેલા સમાચાર બાદ નખત્રાણાના પી. આઈ એ. એમ. મકવાણાની સૂચના પગલે પોલીસે માતા-પિતાની હાજરીમાં ભોગ બનેલા બાળકોની પૂછપરછ કરતા બાળકોએ જણાવ્યું હતું કે તેઓ ફટાકડા ફોડતા હતા ત્યારે પોતાની રીતે જ આકસ્મિક રીતે દાઝી ગયા હતા. માતા-પિતાના ડરના કારણે ઘરે ખોટી હકીકત જણાવી હતી. દાઝી ગયેલા બાળકનો રોષે ભરાયેલા પિતાએ બનાવેલો વીડિયો જોતજોતામાં આગની જેમ ફેલાયો હતો.
Also read: રાજપીપળાની બોગસ Nursing College પર કાર્યવાહીની ધારાસભ્ય ચૈતર વસાવાની ઉગ્ર માગ
ખોટી માહિતી ન ફેલાવોઃ પોલીસ આમ ફેક્ટ ચેક કર્યા વિના આવી સંવેદનશીલ બાબતોને સોશિયલ મીડિયામાં ફેલાવીને વાતાવરણ તંગ કરનારાઓ અને પોલીસનો સમય બગાડનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે તેમ નખત્રાણા વિસ્તારના પી.આઈ મકવાણાએ જણાવ્યું હતું.