Kutch માં ભેદી બીમારીનો મરણાંક 17 થયો, અદાણી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઉભો કરાયો
ભુજ: ગુજરાતના કચ્છમાં(Kutch)ભેદી બીમારીનો વ્યાપ વધી રહ્યો છે. આ ભેદી બીમારીનો મરણાંક 17એ પહોંચ્યો છે. જેના પગલે આરોગ્ય વિભાગે ભુજની અદાણી જી.કે જનરલ હોસ્પિટલ ખાતે ખાસ આઇસોલેશન વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. સરહદી અબડાસા અને લખપત તાલુકામાં ફેલાયેલા ગંભીર પ્રકારના ભેદી રોગચાળાની અસર હેઠળ જત સમાજના બે લોકોના મોત થયાના બાર કલાક બાદ વધુ એક આધેડનું મોત થતાં પરિસ્થિતિ વધુ ગંભીર બનવા પામી છે.
આ અંગે સ્થિતિની સમીક્ષા કરવા પહોંચેલા રાજ્યના આરોગ્ય મંત્રી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયા,આરોગ્ય સચિવ ધનંજય દ્વિવેદી અને અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજના સિનિયર તબીબ ડો. કમલેશ ઉપાધ્યાય સાથે બેઠકો યોજીને અસરગ્રસ્ત વિસ્તારોમાં ભ્રમણ કરી રહ્યા છે. ત્યારે અબડાસાની ભારાવાંઢના 42 વર્ષીય અલાના જતે છેલ્લા શ્વાસ લીધા હતા.
નિવાસસ્થાને જ અલાના જતે દમ તોડી દીધો
આ અંગે આરોગ્ય તંત્ર પાસેથી જાણવા મળેલી સત્તાવાર માહિતી પ્રમાણે, મરણ પામનાર 42 વર્ષિય અલાના જત અને તેનો 15 વર્ષિય કિશોર વયનો પુત્ર સોમવારે ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમ્યાન પુત્રનું મૃત્યુ નીપજ્યાં બાદ ભાંગી પડેલા અલાના જત સારવાર પડતી મૂકીને પરત ઘરે ચાલ્યો ગયો હતો. તેના ટ્રેસીંગ માટે આરોગ્ય તંત્રની ટીમ તપાસ કરી રહી હતી ત્યાં આજે નિવાસસ્થાને જ અલાના જતે દમ તોડી દીધો હતો.તંત્ર હજુ લેબોરેટરીના રીપોર્ટની રાહ જોઈ રહ્યું છે ત્યારે વીતેલા 24 કલાકમાં ભારાવાંઢના પિતા પુત્ર અને 36 વર્ષિય મીસુબેન અબુબકર જત અલાના જતના મૃત્યુ સાથે કુલ મરણાંક 17 પર પહોંચ્યો છે.
Also Read –