આપણું ગુજરાત

ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા વિરુદ્ધ હત્યા અને અપહરણની જૂનાગઢમાં ફરિયાદ

ગોંડલ : ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા અને તેમની ટોળકીની સામે જૂનાગઢમાં અપહરણ અને હત્યા જેવા ગંભીર ગુનાઓની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર જુનાગઢ NSUIના પ્રમુખ અને દલિત સમાજના આગેવાનનું અપહરણ કરીને ગોંડલના ‘ગણેશગઢ’માં લઈ જઈ ભોગ બનનારના કપડાં કાઢીને ઢોર માર માર્યો હતો અને તેનો વિડીયો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી.

માર માર્યા બાદ આરોપીઓએ ભોગ બનનારને જુનાગઢમાં છોડી મુકાયો હતો. આ મામલે જૂનાગઢમાં ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિત અન્ય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

ભોગ બનનારના પિતા રાજુભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે ગઈકાલે ત્રણ વાગ્યે દાતાર રોડ પરથી ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાના પુત્રએ તેમનું અપરહરણ કરી ગયો હતો. ત્યાં માર માર્યા બાદ જુનાગઢની ભેસાણ ચોકડીએ ઉતારી દીધો હતો.

આ સમાચાર બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે, અમે આ સમાચારને સતત અપડેટ કરી રહ્યા છીએ. પેજને રિફ્રેશ કરતાં રહો.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button