આપણું ગુજરાત

વ્યાજખોરોએ ફરી એક જીવ લીધોઃ જૂનાગઢમાં વ્યાજ ભર્યું હોવા છતાં હત્યા કરાયાનો આક્ષેપ

જુનાગઢઃ વ્યાજખોરોના ત્રાસથી જનતાને રક્ષણ આપવા રાજ્ય સરકારે ઘણી સભાઓ ભરી અને પોલીસ અધિકારીઓએ લોક દરબાર ભર્યા, પરંતુ સ્થિતિ ત્યાંની ત્યાં છે. ગરીબીને લીધે લાચાર લોકો વ્યાજે પૈસા લે છે અને ત્યાર બાદ વ્યાજખોરો તેમના પર ત્રાસ ગુજારે છે. આવી જ એક ઘટનામાં પત્નીની સામે પતિનું મોત થયું છે.

જૂનાગઢ જિલ્લાના કેશોદનાં બામણાસા ગામે વ્યાજખોરોએ દંપતીને રસ્તા પર માર મારી બાદમા પોતાના ઘરે બોલાવી કોદાળી, દાતરડું અને લોખંડના પાઈપ વડે આડેધડ માર મારતા પત્નીની નજર સામે પતિની હત્યા નિપજાવી હતી. ગંભીર રીતે ઘાયલ પતિને હૉસ્પિટલે ખસેડાયો હતો, પરંતુ ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કેશોદના પીપલીયાનગર માંગરોળ રોડ પર રહેતાં હાજાભાઈ વાઢીયાએ ખેતીની જમીન પર હરદાસ નંદાણીયા પાસેથી પાંચ લાખ ઉછીના લીધાં હતાં. હાજાભાઈ વાઢીયાએ વ્યાજ ચૂકવ્યું હોવા છતાં જમીનનો દસ્તાવેજ કરી આપવા દબાણ કરતાં હતાં. દરમિયાન રવિવારે નિલેશભાઈ વાઢીયા તેમના પત્ની અને દીકરી સાથે બાઈક પર કતકપરા ગામે જતાં હતા ત્યારે મહેશ નંદાણીયા અને દિનેશ નંદાણીયા બુલેટ પર આવી તેમને રોકીને પૈસા કેમ આપતો નથી એવું કહીને પતિ-પત્નીને માર માર્યો હતો.

બાદમાં વાતચીત કરવા માટે પોતાના ઘરે લઈ જઈ ત્યાં હરદાસ નંદાણીયા, મહેશ નંદાણીયા, દીનેશ નંદાણીયા, જાનીબેન નંદાણીયાએ કોદાળી દાતરડું લોખંડના પાઈપ વડે આડેધડ માર મારતાં નીલેશભાઈ બેભાન થતા જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યાં હતાં પરંતુ ફરજ પરનાં મેડિકલ ઓફિસરે તેમને મૃત જાહેર કર્યા હતાં. પોલીસે પત્નીની ફરીયાદના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતમા વ્યાજચક્રમાં આવા કેટલાય પરિવારો પાયમાલ થઈ ગયા છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત