મહાપાલિકાની ગાર્ડન શાખાનું મહા કૌભાડ, સ્મશાનને પણ ન મૂક્યું

રાજકોટ : છેલ્લા સમયમાં અતિ ભારે વરસાદને કારણે શહેરમાં તૂટેલા વૃક્ષોને સ્મશાનમાં મોકલવાને બદલે બારોબાર નિકાલ કરવાનું કૌભાંડ સામે આવ્યું છે.
ગાર્ડન શાખાએ મોકલેલા લાકડા સ્મશાન સુધી ન પહોંચ્યા,
ગાર્ડન શાખાએ લાકડા કાગળ ઉપર સ્મશાનમાં મોકલી દીધા પણ સ્મશાન સુધી પહોંચ્યા જ નહિ,
કોણ લાકડા બરોબર ચાઉં કરી ગયું… લાકડાની ગાડીઓ ક્યા ઠલવાઈ ?
ભ્રષ્ટાચારીને સ્મશાનના લાકડાંમાં પણ રસ પડી ગયો, છેલ્લી કક્ષાએ પહોંચ્યો ભ્રષ્ટ વહીવટ…
આ પણ વાંચો :રાજકોટને સાફ સુથરું રાખવા સફાઈ કામદારોની ભરતી કરો: વશરામ સાગઠીયા
રાજકોટ મહાનગરપાલિકા ના ડેપ્યુટી કમિશનર ની પ્રતિક્રિયા આવી સામે
સ્વપ્નિલ ખરેએ મીડિયા સાથે કરી વાત
મીડિયા ના માધ્યમથી ગેરરીતિ ની માહિતી મળી છે
માહિતી ને લઈને મનપા દ્વારા તપાસ આવશે કરવમાં
એજેન્સીની ગેરરીતિ જો સામે આવશે તો કાર્યવાહી કરવામાં આવશે
સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવશે
મહાનગરપાલિકાના વિપક્ષના કોર્પોરેટર વશરામ સાગઠીયા અફસોસ વ્યક્ત કર્યો હતો અને આક્ષેપો કરતા જણાવ્યું હતું કે રસ્તા,પુલ, ગૌચરની જમીન એ બધામાં તો ભ્રષ્ટાચાર કરો છો પરંતુ સ્મશાનના વહીવટમાં પણ ભ્રષ્ટાચાર થાય તે ખરેખર અતિ નિમ્ન કક્ષા કહેવાય