રાજકોટ મહાનગરપાલિકામાં બજેટને લઈને જનરલ બોર્ડ મળ્યું..
આજરોજ રાજકોટ મહાનગરપાલિકા નું 2024-25ના વર્ષનું બજેટ જે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થયું હતું તેને જનરલ બોર્ડમાં મૂકવામાં આવ્યું હતું અને સર્વનું મતે તેનો સ્વીકાર થયો હતો.
બજેટની ચર્ચા દરમિયાન શાસક વિપક્ષ આમને સામને આવી ગયા હતા. વિપક્ષના એકમાત્ર નેતા ભાનુબેન સુરાણીએ વિકાસના કાર્યો માત્ર કાગળ ઉપર જ રહે છે અને પૂરા થતા નથી તેવા આક્ષેપો કર્યા હતા અને અમુક મુદ્દાઓને લઈ અને એવી ટિપ્પણી પણ કરી હતી કે આ બજેટની રકમ પાછળ કોઈ મોટા રાજકીય કલાકારનો હાથ છે.
બજેટને લઈને વિરોધ પક્ષના કોર્પોરેટર ભાનુબેન સુરાણીએ શાસક પક્ષને કર્યા સવાલો પણ કર્યા હતા અને અગાઉ મંજૂર થયેલા કાર્યો પણ પૂરા કર્યા નથી તેવા આક્ષેપો કર્યા હતા.
તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઠાકર સહિતના પદાધિકારીઓએ ભાનુબેન સુરાણીને જવાબ આપ્યો હતો અને જણાવ્યું હતું કે ભારતીય જનતા પક્ષ પ્રજાના કાર્યો કરવા માટે હર હંમેશ તૈયાર હોય છે અને અગાઉ પણ કાર્યો કરેલા છે.
સમગ્ર બજેટ આમ તો શાંતિથી પસાર થયું પરંતુ ઉડીને આંખે વળગે તેવી અમુક બાબતો વિપક્ષના એકમાત્ર નેતા ભાનુબેન સુરાણી વાંચીને પણ યોગ્ય રજૂઆત કરી શકતા નથી જેને કારણે મુદ્દા કદાચ સાચા હોય તો પણ હાસ્યસ્પદ બને છે.
ભાનુબેન સોરાણીએ જય શ્રી રામના નારા સાથે પોતાનું વક્તવ્ય શરૂ કર્યું હતું જેને ભારતીય જનતા પક્ષે પ્રતિસાદ આપ્યો હતો.
દર વર્ષે બજેટ રજૂ થાય છે અને અમુક કાર્યો સંપૂર્ણ થતા નથી તેના પરત્વે પણ સત્તા પક્ષે ધ્યાન આપવું પડશે.
આગામી તારીખ 21 ના રોજ રામ વન ખાતે સ્ટેન્ડિંગ કમિટીની એક બેઠક મળશે એ અગાઉ બધા જ કોર્પોરેટરો ત્યાં ભેગા થઈ અને વિકાસની ચર્ચાઓ કરશે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તારીખ 25 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આવી રહ્યા છે ત્યારે તેના હસ્તે અંદાજિત 150 કરોડ રૂપિયાના લોક ઉપયોગી કાર્યોનું લોકાર્પણ કે ખાતમુરત કરવામાં આવશે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જૈમીન ઠાકરના જણાવ્યા મુજબ અટલ સરોવરનું કાર્ય હજી પૂર્ણ નથી થયું એટલે તેનું લોકાર્પણ શક્ય બનશે નહીં પરંતુ જૂન મહિનામાં કાર્ય પૂર્ણ થયેલ ફરી વડાપ્રધાન શ્રી ને વિનંતી કરી અને બોલાવીશું. જે કાર્ય પૂર્ણ થયું હોય તેનું જ લોકાર્પણ થાય તેવું જણાવ્યું હતું જો કે એમ્સ હોસ્પિટલ હજુ સંપૂર્ણ કાર્યરત થઈ નથી. પરંતુ તે રાજકોટની પ્રજા માટે અત્યંત જરૂરી હોય તેમની હાજરીથી કદાચ કાર્ય વેગવંતુ બને અને લોકોને આરોગ્યની સુવિધા જલ્દીથી પ્રાપ્ત થાય.
વિરોધ પક્ષ તરફ આંગળીચીનતા તેઓએ જણાવ્યું હતું કે અમે પણ ઇચ્છીએ છીએ કે વિરોધ પક્ષ સબળ હોવો જોઈએ પરંતુ દુર્ભાગ્યવસ તેમના અંદરો અંદરના વિખવાદને કારણે પ્રજાએ જાકારો આપ્યો છે.
હાલ એ પણ સત્ય છે કે ભારતીય જનતા પક્ષ કોંગ્રેસ યુક્ત થતો જાય છે.