આપણું ગુજરાત

મુંદ્રાના દરિયામાં યુવકોને સ્ટંટ કરવું પડ્યું ભારે : કાર ફસાઈ જતાં આ રીતે બહાર કાઢી…..

કચ્છ: એકતરફ ચોમાસું અને બીજી તરફ પૂનમના લીધે ભરતીનો સમય હોવાથી ચોમાસામાં દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. આ દરમિયાન દરિયામાં જવું ઘણું ખતરનાક બની રહે છે. તંત્ર પણ આ સમયે દરિયાકિનારે જવા પર મનાઈ ફરમાવતું હોય છે તેમ છતાં લોકોમાં આ પ્રત્યે કોઈ સભાનતા નથી અને તંત્રની સૂચનાને અવગણીને જીવના જોખમે પણ ગજબની મજા માણતા જોવા મળે છે. આજે કચ્છ અને તિથલના દરિયાકિનારે પણ એવા જ બનાવો બન્યા હતા.

કચ્છ જિલ્લાના મુંદ્રાનો એક વિડીયો ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. મુંદ્રાના રંધ બંદર પર યુવકો દરિયામાં કાર લઈને સ્ટંટ હતા. જો કે આ સ્ટંટ તેમને ભારે પડ્યો છે. સ્ટંટ કરવાઆ જતાં તેમની કાર દરિયાના પાણીમાં ફસાઈ ગઇ હતી. જો કે એક કારનું તો એન્જિન જ ફેલ થઈ ગયું હતું. થાર કાર દરિયામાં ફસાઈ જતાં સ્થાનિક લોકોએ ટ્રેક્ટરની મદદથી બંને કારને બહાર કાઢી હતી.

યુવકોના આ મૂર્ખામીભર્યા સ્ટંટનો વિડીયો હાલ સોશિયલ મીડીયા પ્લેટફોર્મ પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. સ્ટંટ કરનારા બંને યુવકો વિરુદ્ધ પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે અને બંને કાર ડિટેઇન કરી લેવાઈ છે.

પૂનમના સમયે દરિયામાં ભરતી હોવાથી દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન વલસાડનો દરિયા કિનારો ભારે તોફાની બન્યો છે અને ખૂબ જ વિકરાળ મોજા ઊછળી રહ્યા છે. આ દરમિયાન પણ અસંખ્ય પર્યટકો તિથલના દરિયાકિનારે પહોંચ્યા હતા અને જોખમી રીતે દરિયાની મજા માણી રહ્યા હતા.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો દુનિયામાં અસ્તિત્વમાં આવેલા નવા દેશો વિજય માલ્યાની હજારો કરોડ રૂપિયાની લક્ઝરી પ્રોપર્ટીઝ એક કટોરી તુઅર દાલની કિંમત તુમ ક્યા જાનો