મુંબઈ સમાચારની લોકોને જાગૃત કરવાની મુહિમ, પ્રશ્નો પૂછતા આવડે છે?
વડોદરાની જે ઘટના ઘટી અને બાળકોના મૃત્યુ થયા આપણે સૌએ સહાનુભૂતિ વ્યક્ત કરી. પરંતુ માત્ર તંત્ર ઉપર માછલા ધોવાથી આપનું કાર્ય પૂરું થઈ જશે? આપણે ક્યારે જાગૃત થઈશું? આપણું બાળક સ્કૂલે જાય છે ત્યારે વેનમાં બેસીને જાય છે કે રિક્ષામાં બેસીને જાય છે ?તો તેમાં ઓવર ક્રાઉડેડ નથી હોતું? શું તમે ક્યારેય જાણવાની કોશિશ કરી છે ? કેપેસિટી કરતા વધારે બાળકોને લઈ જવાની ઘટના નથી ઘટતી? શાળાએ જાય છે ત્યારે એક જ વર્ગમાં કેટલા બાળકો બેસે છે? અગાસીમાં પણ કાચું બાંધકામ કરી અને ત્યાં પણ બાળકોને ભણાવવા માટે વર્ગ ઉભો કરી દેવામાં આવ્યો છે તે આપણે નથી જોતા? કેટલા વાલીઓ શાળાને કે સ્કૂલ વેન કે રિક્ષાવાળાને પ્રશ્ન પૂછી શકે છે?
આપણને આદત પડી ગઈ છે તંત્રને ભાંડવાની. લોકો પ્રશ્ન પૂછવાનું ભૂલી ગયા છે કે પ્રશ્ન પૂછવાની હિંમત નથી થતી. લોકોએ સ્વયં જાગૃત થવું જોઈએ. ચાલશે, ફાવશે આવા શબ્દો જીવન મંત્ર બની ગયા છે. હજુ પણ બેટ દ્વારકામાં ઓવરકાઉડેડ વહાણમાં બેસી અને લોકો જાય છે. થોડા પૈસા બચાવવા એક ગામથી બીજા ગામ લોકલ વાહનોમાં બેસી અને જાય છે. તંત્ર કાયદાની લગામ કસી શકતું નથી અને કોઈ દુર્ઘટના ઘટે ત્યારે તંત્રને જવાબદાર ગણી અને આપણે તૂટી પણ મળીએ છીએ. આ વીડિયોનો હેતુ માત્ર સ્વયં જાગૃતિ માટે છે. વિચારો અને પ્રશ્ન પૂછતા શીખો કોઈ ફાંસીએ નથી ચડાવી દેતું.