આપણું ગુજરાતઆમચી મુંબઈ

આવતીકાલે વાપી-બગવાડા વચ્ચે બ્લોકને કારણે મુંબઈ-ગુજરાત વચ્ચેની ટ્રેનસેવા પર થશે અસર

મુંબઈઃ પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં અનેક મહત્ત્વના કામકાજ માટે મેગા બ્લોક લેવાને કારણે અનેક લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોના સમયમાં ફેરફાર કરવાની સાથે અનેક ટ્રેનોને રદ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેમાં આવતીકાલે સવારે 11.40 વાગ્યાથી બપોરના 2.10 વાગ્યા સુધી બ્લોક રહેશે. વાપી-બગવાડા સ્ટેશન વચ્ચે સબ-વેના બાંધકામ માટે બ્લોકને લીધે માર્ગમાં દોડતી અનેક ટ્રેનોને રદ કરવાની સાથે અનેક ટ્રેનોને રેગ્યુલેટ પણ કરવામાં આવી છે.

13 ફેબ્રુઆરીના અમુક ટ્રેનોને રદ અને રેગ્યુલેટ કરવામાં આવી છે. આ ટ્રેનમાં વલસાડ-ઉમરગામ રોડ મેમુ સ્પેશિયલ (09154) અને ઉમરગામ રોડ-વલસાડ મેમુ સ્પેશિયલ (09153)ને પૂર્ણપણે બંધ રાખવામાં આવશે. આ સાથે અમુક ટ્રેનોને આંશિક રીતે પણ રદ રાખવામાં આવી છે. આ ટ્રેનોમાં બાન્દ્રા ટર્મિનસ-વાપી સ્પેશિયલ (09159)ને ભીલાડ અને વાપી સ્ટેશન વચ્ચે રદ કરવામાં આવશે અને વાપી-વિરાર સ્પેશિયલ (09144)ને ભીલાડ અને વાપી સ્ટેશન વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.

આ બ્લોકને કારણે 11 જેટલી ટ્રેનના ટાઈમટેબલ પર પડશે, તેનાથી પશ્ચિમ રેલવેની ટ્રેનોમાં અમૃતસર-મુંબઈ સેન્ટ્રલ પશ્ચિમ એક્સ્પ્રેસ (12926)ને બે કલાક 10 મિનિટ, જમ્મુ તાવી-બાન્દ્રા ટર્મિનસ એક્સ્પ્રેસ (12928)ને બે કલાક 15 મિનિટ, અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ગુજરાત એક્સ્પ્રેસ (22954)ને એક કલાક 45 મિનિટ, શ્રી ગંગાનગર-તિરુચિરાપલ્લી એક્સ્પ્રેસ (22497)એ એક કલાક 40 મિનિટ, વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી-બાન્દ્રા ટર્મિનસ (22195) 55 મિનિટ, પોરબંદર-સિકંદરાબાદ એક્સ્પ્રેસ (20968) 20 મિનિટ, દાદર-પોરબંદર (19015) એક કલાક 50 મિનિટ, યશવંતપુર-બાડમેર એક્સ્પ્રેસ (14805)ને 45 મિનિટ, મુંબઈ સેંટ્રલ-અમૃતસર પશ્ચિમ એક્સ્પ્રેસ (12925)ને 35 મિનિટ, બાન્દ્રા ટર્મિનસ-દિલ્હી સરાયા રોહિલ્લા એક્સ્પ્રેસ (12216)ને 25 મિનિટ અને છેલ્લે કોચુવેલી-ચંદીગઢ એક્સપ્રેસ (12217)ને 25 મિનિટ સુધી રેગુલેટ કરવામાં આવી હોવાની માહિતી રેલવે પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button