મુંબઈ-અમૃતસર એક્સપ્રેસમાં ભરૂચ નજીક લાગી આગ, જૂઓ Video
Mumbai Amritsar Express: ગુજરાતમાં ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે ટ્રેનમાં આગ લાગી હતી. મળતી માહિતી મુજબ, મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનના એક ડબ્બામાં અંકલેશ્વરથી ભરૂચ આવતાં જૂના બોરભાઠા નજીક આગ લાગી હતી, જેને લઇને પેસેન્જરોને ઉતારી દેવામાં આવ્યા હતા અને ટ્રેનમાં હાજર કર્મચારીઓએ ભરૂચ પાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. ભરૂચ ફાયર વિભાગ અને ટ્રેનના કર્મચારીઓએ આગ પર કાબૂ મેળવ્યો હતો. ટ્રેન 45 મિનિટ સુધી રોકાઈ હતી. પેસેન્જરોને અન્ય ડબ્બામાં બેસાડવામાં આવ્યા બાદમાં ભરૂચ સ્ટેશન લાવવામાં આવી હતી, જ્યાં ચેકિંગ કર્યા બાદ ટ્રેનને રવાના કરવામાં આવી હતી. આગના કારણે મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો.
ટ્રેનમાં હાજર કર્મચારીઓએ ભરૂચ ફાયર બ્રિગેડને આગ લાગ્યાની જાણ કરી હતી. રેલવે સ્ટેશન પર ભરૂચ ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વરથી ભરૂચ તરફ આવી રહેલી મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનના ડબ્બામાં સિલ્વર બ્રિજ પહેલાં આગ ફાટી નીકળી હતી, જેના પગલે ટ્રેનને થોભાવી દેવામાં આવી હતી. આગના પગલે મુસાફરોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટના મંગળવારે સાંજે 5.30 કલાકે બની હતી. ટ્રેનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.
આ પણ વાંચો :જ્યારે એક ખેડૂત રેલવેની ભૂલને કારણે આખેને આખી ટ્રેનનો માલિક બની ગયો…
ભરૂચ ફાયરબ્રિગેડના જડણાવ્યા મુજબ, ભરૂચ નજીક મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી હોવાનો કોલ મળતાં જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.