મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેનની કામગીરી અટકી: અમદાવાદ રેલવે સ્ટેશન પર મેગા બ્લોક મંગાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરમાં બુલેટ ટે્રનની પ્રથમ ટનલ અને બ્રિજના નિર્માણ બાદ એક અડચણ સામે આવી છે. જેના કારણે ઓક્ટોબર 2023થી બુલેટ ટે્રનનું કામ અટકી ગયું છે. એનએચએસઆરસીએલએ સાબરમતી રેલવે સ્ટેશન અને અમદાવાદ રેલવે સ્ટેશન વચ્ચે બાંધકામ માટે બે વર્ષનો બ્લોક માંગ્યો છે.
ગુજરાતમાં બુલેટ ટે્રનનું તેજ ગતિથી ચાલી રહેલા કામ વચ્ચે એક અડચણ આવી છે. તેના બાદ બુલેટ ટે્રનનું કામ રોકી દેવાયું છે. અમદાવાદ મુંબઈ બુલેટ ટે્રન યોજનામાં બુલેટ ટે્રનને દેશની પહેલી મલ્ટિ મોડલ ટ્રાન્ઝિટ હબથી ચલાવવાની તૈયારી છે. આવામાં સાબરમતી એમએમટીસીથી કાલુપુર રેલવે સ્ટેશનની વચ્ચે બુલેટ ટે્રનના કોરિડોરનું નિર્માણ થવાનું છે. અમદાવાદ રેલવે સ્ટેશનની ઉપર બુલેટ ટે્રનનું સ્ટેશન બની રહ્યું છે. બે કિલોમીટર લાંબા ભાગમાં પશ્ચિમ રેલવે તરફથી ત્રીજી લાઈનના બ્લોક માટે હજી નિર્ણય લેવાયો નથી. આ કારણે કામ અટકી ગયું છે. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના સૂત્રોનું કહેવું છે કે, ઑક્ટોબર, 2023 થી આ કામ બંધ છે.
બુલેટ ટે્રનનું કામ રોકાવાને કારણે નેશનલ હાઈસ્પીડ રેલવે કોર્પોરેશન અને વેસ્ટર્ન રેલવેની વચ્ચે ગતિરોધ છે. પશ્ચિમ રેલવેના આ હિસ્સા પર અધિકારીઓએ અત્યાર સુધી પુલના નિર્માણની પરમિશન આપી નથી.એનએચસીઆઈસીએલ નું કહેવું છે કે, સાબરમતી સ્ટેશનથી અમદાવાદના કાલુપુર સ્ટેશનની વચ્ચે નિર્માણ માટે પસાર થતી ત્રીજી લાઈનને બ્લોક કરવાની જરૂર છે. આવું ન થવાને કારણે કામ રોકી દેવાયું છે.એનએચસીઆઈસીએલના સૂત્રોનું કહેવું છે કે, પશ્ચિમ રેલવેના અધિકારીઓ સાથે થયેલી વાતચીત અનુસાર, જેમાં ત્રીજી લાઈનને બ્લોક કરવાની જરૂરત પર જોર આપવામાં આવ્યું છે, કારણ કે આ હાઈસ્પીડ લાઈન બહુ જ નજીકથી પસાર થાય છે.
એનએચસીઆઈસીએલના અધિકારીઓનું કહેવું છે કે, અમદાવાદમાં 8 સ્થાનો પર બુલેટ ટે્રનનો કોરિડોર રેલવેની બહુ જ નજીક છે. તે કાલુપુર અને શાહીબાગની કેબિનની વચ્ચે બહુ જ નજીક છે. તેનું કુલ અંતર 2.2 કિલોમીટર છે. બુલેટ ટે્રન એલિવેટેડ કોરિડોરાની એક તરફ રેલવે લાઈન છે અને બીજી તરફ વસ્તી છે. આ હિસ્સામાં બુલેટ ટે્રનનું એલિવેટેડ કોરિડોરના નિર્માણ અને અવાજ અવરોધક લગાવવા માટે બે વર્ષના બ્લોકની જરૂર છે. તેના માટે રેલવેની ત્રીજી લાઈન પર ટે્રનોનું સંચાલન રોકવું પડશે. એનએચસીઆઈસીએલ ના પ્રવક્તા અનુસાર, રેલવેને આ વિશે જાણ કરવામાં આવી છે, તેણે બ્લોક આપવા અને નિર્માણની પરમિશન માગી છે. ઉ