આપણું ગુજરાતરાજકોટ

ગુનાખોરીનો ઈતિહાસ ચલાવી નહીં લેવાય: મુકેશ દોશી…

રાજકોટ-વોર્ડ નંબર ૧૪ના બક્ષીપંચ મોરચાના પ્રમુખ પર દારૂની હેરાફેરીના આક્ષેપનો મુદ્દો

શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીનું નિવેદન સામે આવ્યું છે.
સમગ્ર મામલે અમે તપાસ શરૂ કરી છે.

જો અમારો કાર્યકર્તા કે હોદ્દેદાર હોય તો તેની સામે કાર્યવાહી થશે.
અમે પણ કાયદાકીય કાર્યવાહીમાં સાથે રહેશું અને પક્ષ દ્રારા પણ કાર્યવાહી કરવામાં આવશે.

જો જયદિપની સંડોવણી હશે તો તેને નોટિસ અપાશે અને ૨૪ કલાકમાં જ ખુલાસો પુછવામાં આવશે.
ભાજપ ક્યારેય ગેરકાયદેસર પ્રવૃતિને પ્રોત્સાહન આપતું નથી.

કોર્પોરેટરના ધમપછાડા પર મુકેશ દોશીનું નિવેદન કંઈક આવું છે.

જોકે જાણવા એવું મળે છે કે જયદીપ ઉપર ઘણા કેસ દાખલ છે. એક વખત પાસાની હવા પણ ખાઈ ચુક્યા છે ઉપરાંત તલવાર લઈ અને પોલીસ પર હુમલો કરવાનો ગુનો પણ છે અને તાજેતરમાં જ જુગારનો ગુનો પણ નોંધાયો છે.
કોર્પોરેટર માત્ર માહિતી લેવા ત્યાં ગયા હતા તેઓની કોઇ ભુમિકા નથી.

આમ ભારતીય જનતા પક્ષના શહેર પ્રમુખ કદાચ જયદીપ ના ઇતિહાસથી વાકેફ નથી તેવું લાગી રહ્યું છે.

સંબંધિત લેખો

Back to top button