મિ.ચુડાસમા, સ્થળ, જગ્યા, તારીખ,તિથી તમારા- કહો ત્યારે આવીએ હિસાબ કરવા -પૂંજા વંશ
જુનાગઢ લોકસભા બેઠક પર ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાના જીત્યા બાદ હજુ પણ તેમના એક નિવેદન નો ચરુ હજુ પણ ઉકળે છે. સાંસદ ચુડાસમા પોતાની જીત બાદના એક અભિવાદન કાર્યક્રમ માં એવા વેણ બોલતા કેટલાક લોકોને ખૂલી ધમકીની બૂ આવી. હવે કોંગ્રેસનાં આભાર – અભિવાદન કાર્યક્રમમાં જુયાંગઢના પ્રશ્નાવાડામાં કોંગ્રેસ નેતા પૂંજા વંશ આક્રમક મૂડમાં આવ્યા હતા. પૂંજા વંશે ભાજપના સાન્સ્દ્ના નિવેદનને આડે હાથ લઈ લેતા કહ્યું કે, ‘હું ચેલેન્જ કરું છુ, ભાજપના આગેવાનોને ગીર સોમનાથ જિલ્લામાં સ્થળ, સમય જ્યાં હિસાબ કરવો હોય તમે નક્કી કરો, સામસામે બેસીને હિસાબ કરવા માટે તૈયાર છું, કોણ ક્યાં છે એની ખબર પડે.
થોડા સમય પૂર્વે તલાલાના પ્રાચીમાં ભાજપી સાંસદ રાજેશ ચુડાસમાનો અભિવાદન કરવામાં આવ્યો હતો. આ અભિવાદન કાર્યક્રમમાં ત્રીજીવાર ચૂંટાયેલા સાંસદ રાજેશ ચુડાસમાએ સ્ફોટક નિવેદન કરતાં કહ્યું હતું કે, ‘પાર્ટી હિસાબ કરે કે ના કરે, હું હિસાબ કરીશ’ હવે આ નિવેદનને રાજકીય રીતે ઘણું સૂચક માનવમાં આવ્યું.જેમાં ભાજપના જ કેટલાક હોદ્દેદારો ફફડી ગયા હતા. એક- બે આગેવાનોએ તો ત્યાં સુધી કહ્યું કે, અમોને કઈ થાય તો તેની જવાબદારી સાંસદ રાજેશ ચુડાસમાની રહેશે. હવે કોંગ્રેસનાં આગેવાન નેતા અને ઉનાના પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશ મેદાનમાં આવ્યા છે. તેમણે નિવેદનમાં કહ્યું કે, જો સંસદીય મત વિસ્તાર અને કોંગ્રેસમાથી કોઈ સામે હિસાબ કરવાનો હોય તો એ હિસાબ કરવા અમે તૈયાર છીએ.
આ પણ વાંચો : Junagadh માં સતત વરસાદને પગલે બે ડેમ ઓવરફ્લો, ગિરનાર રોપ- વે બંધ કરાયો
ઉલ્લેખનીય છે કે, વેરાવળના જાણીતા તબીબ ડો ચગના વિવાદિત આત્મહત્યા કેસમાં ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતાનુ નામ સામે આવ્યું હતું. મૃતક તબીબે તેમની અંતિમ નોધમાં આ ઉલ્લેખ કર્યો હતો. ડો ચગની આત્મહત્યાથી માત્ર વેરાવળ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રનો રઘુવંશી સમાજ આકરા પાણીએ થયો હતો. જુનાગઢ જીળાના કેટલાય લોહાણા આગેવાનો ડો ચગના ઘરે સાંત્વના આપવા પહોચ્યા હતા. અને લોકસભા છૂટની વેળા જ ડો ચગના પરિવાર સાથે સમાધાન થયાની ચુડાસમાની ચર્ચાએ વધુ વેગ સાથે આશંકાના વાધળોને ઘેર્યા હતા.
હવે આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે રસાકસી ઉપરાંત આંતરિક જૂથ બાંધી સપાટી પર આવશે. આટલું પૂરતું ના હોય તેમ, ક્ષત્રિય સમાજ પણ પોતાના ખાંડા ખખડાવશે એ પણ નિશ્ચિત છે.