આપણું ગુજરાતવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

રાજકોટ સંસદીય બેઠક પર પરસોત્તમ રૂપાલાની પસંદગી થતા સાંસદ મોહન કુંડારીયાનો રાજીપો

રાજકોટ: મીડિયા સાથે વાત કરતા સાંસદ મોહનભાઈ કુંડારિયા એ પરસોત્તમ રૂપાલાને આવકાર્યા હતા અને તેમને ટિકિટ ન મળવા પાછળ એક સરસ વાત કરી હતી રાજ્યકક્ષા તથા કેન્દ્ર કક્ષાએ પરસોત્તમ રૂપાલાની પસંદગી થતા “એક જ મા ને બે બાળક હોય ત્યારે મોટા બાળક પાસેથી રમકડું લઈ અને નાના બાળકને આપે તેમાં કશું અજુગતું નથી” જોકે આ વાક્ય ઘણાને સમજાયું ન હતું.

વધુમાં વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે ભાજપ એ મને ઘણું આપ્યું છે આઠ વખત હું ચૂંટણી લડી અને જીત્યો છું. મારા સમયગાળા દરમિયાન

AIMS હોસ્પિટલ, હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ,જનાના હોસ્પિટલ, સુરેન્દ્રનગર રાજકોટ રેલવે ડબલ ટ્રેક,… સહિતના અનેક કાર્ય થયાનો સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

વધુમાં જણાવ્યું હતું કે પરસોત્તમ રૂપાલાને જંગી લીડ થી જીતાડવા માટે એક કાર્યકર તરીકે મારી જવાબદારી વધી જાય છે અને કાર્યકરો સાથે ખભે ખબર મેળવી અને મહેનત પણ કરીશું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button