આપણું ગુજરાત

માઉન્ટ આબુ ફરવા ગયેલા અમદાવાદીઓની બસ પલટીઃ 17 પ્રવાસી ઈજાગ્રસ્ત…

અમદાવાદ/આબુ: માઉન્ટ આબુમાં એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઇ હતી. સિરોહી જિલ્લાના માઉન્ટ આબુ-આબુરોડ માર્ગ વીરબાબા મંદિરની નજીક એક ખાનગી બસે નિયંત્રણ ગુમાવી દીધું હતું અને પલટી મારી ગઈ હતી. દુર્ઘટનામાં બસમાં સવાર 15થી 17 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

મળતી વિગતો અનુસાર રાજસ્થાનના સિરોહી જિલ્લાના આબુરોડ વિસ્તારમાં રવિવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. માઉન્ટ આબુ માર્ગ પર વીરબાબા મંદિર પાસે એક મુસાફર બસ અનિયંત્રિત થઈને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર આશરે 17 જેટલા મુસાફરો ઘાયલ થયા છે, જેના કારણે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક રાહત કાર્ય શરૂ કર્યું હતું અને પોલીસને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાંની સાથે જ સદર પોલીસ સ્ટેશન અને છીપા બેરી ચોકીની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરાવી હતી. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે ટ્રોમા સેન્ટર અને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો…માઉન્ટ આબુની હોટેલમાં દસ હજારનું બિલ કરી ભાગ્યા પાંચ જણા, પણ હોટેલમાલિકે જે કર્યું તે…

કોઈપણ પ્રકારની જાનહાનિ ન થતા વહીવટીતંત્રે રાહતનો શ્વાસ લીધો હતો. વિગતો અનુસાર, આ બસ અમદાવાદ કોઈ ખાનગી કંપનીના કર્મચારીઓને લઈને માઉન્ટ આબુ ફરવા ગઈ હતી અને પરત ફરતી વખતે આ અકસ્માત નડ્યો હતો. હાલમાં તમામ ઈજાગ્રસ્તોની સ્થિતિ હાલ સામાન્ય હોવાની વિગતો મળી રહી છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button