આપણું ગુજરાત

અમદાવાદમાં વાહનચાલકોને બે વર્ષમાં ઇ-મેમોથી ₹ ૨૯.૦૪ કરોડથી વધુનો દંડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: ટ્રાફિક નિયમોનો ભંગ કરવા બદલ અમદાવાદ શહેરમાં વર્ષ ૨૦૨૨ દરમિયાન ૧૭.૪૩ લાખ તેમ જ વર્ષ ૨૦૨૩ દરમિયાન ૩.૪૮ લાખ ઇ-મેમો ઇસ્યૂ કરવામાં આવ્યા છે. જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા ઇસ્યૂ કરેલા ઇ-મેમોથી વર્ષ ૨૦૨૨માં રૂ. ૨૫.૫૧ કરોડથી વધુ તેમજ વર્ષ ૨૦૨૩માં રૂ. ૩.૫૩ કરોડથી વધુ રકમનો દંડ કરવામાં આવ્યો છે એવું ગૃહ રાજ્ય પ્રધાને જણાવ્યું હતું.
ગુજરાત વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્ર્નના પ્રત્યુત્તરમાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ટ્રાફિક નિયમન માટે અમદાવાદ શહેરમાં સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ૧૭૦૫ કેમેરા ઉપરાંત ગૃહ વિભાગ દ્વારા પણ અનેક કેમેરાઓ બાજ નજર રાખી રહ્યા છે. જેના પરિણામે રાજ્યમાં અનેક ગુનાના ડીટેક્શન અને પ્રિવેન્શનમાં મદદ મળે છે.

સંઘવીએ ઉમેર્યું હતું કે, શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત કેટલાક કેમેરાને મરામતની જરૂર છે. રાજ્ય સરકાર દ્વારા સ્પેશિયલ ફંડ ફાળવી આ કેમેરાની મરામત કરી પુન: કાર્યરત કરવામાં આવશે. અમદાવાદ શહેર ઉપરાંત અમદાવાદ જિલ્લામાં વર્ષ ૨૦૨૨ દરમિયાન ૨,૧૩૩ તેમ જ વર્ષ ૨૦૨૩ દરમિયાન ૧૩,૨૯૩ ઇ-મેમો ઇસ્યૂ કરવામાં આવ્યા છે. જે અન્વયે વર્ષ ૨૦૨૨માં રૂ. ૪.૫૮ લાખથી વધુ તેમજ વર્ષ ૨૦૨૩માં રૂ. ૩૧.૩૩ લાખથી વધુ રકમનો દંડ કરવામાં આવ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…