આપણું ગુજરાત

અમદાવાદની દીકરીએ માતા વિરુદ્ધ આ કારણે કરી પોલીસ ફરિયાદ


બાળકને મારવું એ આમ તો કોઈ હિસાબે સ્વીકાર્ય નથી, પરંતુ મોટે ભાગે માતા-પિતા બાળકને ક્યારેક સજારૂપે મારી દેતા હોય છે. વિદેશમાં માતા-પિતા માટે બાળઉછેરના અમુક નિયમો છે, પરંતુ ભારતમાં સામાન્ય રીતે માતા-પિતા બાળકો પ્રત્યે સખત વ્યવહાર કરતા હોય છે. જોકે અમદાવાદની એક દીકરીને માતાએ ખીજમાં થપ્પડ મારી તો તે સીધી પહોંચી ગઈ પોલીસ સ્ટેશન અને ફરિયાદ પણ નોંધાવી.
આ ઘટના છે અમદાવાદના નવરંગપુરા વિસ્તારની. અહીં રહેતી એક મહિલાએ પોતાની દીકરીને થપ્પડ મારતા મામલો બિચક્યો હતો. રસોડામાંથી માતાએ ડિશ માગી તો દીકરીએ ના પાડી દીધી હતી. તેવામાં નાની વાતની એટલી મોટી બાબલ થઈ કે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે. યુવતીએ જાણે માતા ખરાબ રીતે રાખતી હોય તેમ ફરિયાદ કરી દીધી હતી. આ ઘટનાક્રમ સામે આવતા અનુમાન લગાવાઈ રહ્યું છે કે આ શહેરની પહેલી એવી ઘટના હશે જેમાં દીકરીએ માતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી દીધી છે.
નવરંગપુરા વિસ્તારમાં રહેતા પરિવારમાં માતા અને દીકરી વચ્ચેનો ઝઘડો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો. આ દીકરી બપોરના સમયે આરામથી ચા પીતી હતી. તેવામાં માતા કે જે ઘરકામ કરી રહ્યા હતા તેણે મદદ માગી હતી. માતા વાસણ ધોઈ રહ્યા હતા ત્યારે દીકરીને ટકોર કરીને કહ્યું કે મને આ પ્લેટ આપતી જા તો કામ પૂરૂ થઈ જાય. જોકે દીકરીએ કોઈ જવાબ ન આપ્યા એટલે માતાએ ફરીથી કહ્યું.
તેવામાં દીકરીનો રૂમમાંથી જવાબ આવ્યો કે તમે શાંતિ રાખો હું અત્યારે ચા પીવું છું તો હવે મને હેરાન કરો જાતે ઊભા થાવ અને લઈ લો. જોકે માતાએ ત્યારપછી કહ્યું કે બેટા મારે બધા વાસણ ધોવાઈ ગયા છે તું એક ડીશ આપી દે તો મારે ઊભા ન થવું પડે અને કામ પણ પતી જાય.
જોકે દીકરી ઉભી ન થતા માતાને ગુસ્સો આવી ગયો અને તે ઊભા થઈને દીકરી પાસે આવ્યા હતા. માતાએ દીકરીને ઠપકો આપ્યો કે તારુ આ પ્રમાણેનું વર્તન તદ્દન ખોટુ છે. જોકે માતા ગુસ્સે હતા જેથી કરીને તેમણે દીકરીને ગાલ પણ જોરદાર થપ્પડ મારી દીધો હતો. આ દરમિયાન દીકરીનો ગાલ લાલચોળ થઈ ગયો.
દીકરી ગુસ્સામાં રિસાઈ ગઈ અને સીધી જ ભાગીને યુનિવર્સિટી પોલીસ સ્ટેશને પહોંચી હતી. આ દરમિયાન તેને પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી દીધી હતી કે મારી માતાએ મને જોરદાર મારી છે. તેને મારી સાથે ખરાબ વર્તન કર્યું છે જેથી તમે ફરિયાદ લખો. આમ કહીને તેને ઉશ્કેરાઈ સીધી કાર્યવાહી કરવા માટે માગ કરી હતી. જોકે હવે આ મામલે પોલીસ તપાસ કરી રહી છે અને આગળ શું થશે એ સમય બતાવશે.
એ વાત ચોક્કસ કે માતા-પિતાએ સંતાનો પર બને ત્યાં સુધી હાથ ન ઉપાડવો જોઈએ, પરંતુ સંતાનો પણ મા-બાપના ઠપકા કે ગુસ્સાને પચાવી નથી શક્તા તે હકીકત છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button