આપણું ગુજરાત

રાજકોટની મોટાભાગની પ્રી-સ્કૂલો,સ્કુલો અને ક્લાસીસોમા ગેરકાયદે ડોમ અને ફાયરસેફ્ટીનો અભાવ…

ભ્રષ્ટ તંત્રના પાપે હવે નિયમો એ કાગળ પૂરતી ફોર્માલિટી બની ગઈ છે જેના લીધે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડે : કોંગ્રેસ

વિદ્યાર્થીઓની જીવ પર જોખમ ! ૨ દિવસમાં તંત્ર કાર્યવાહી નહી કરે તો જનતા રેડ : રોહિતસિંહ રાજપૂત

કોંગ્રેસે સ્કૂલો-ક્લાસીસોમા મોતના માંચડાના ફોટો,વીડિયો જાહેર કર્યા ..

માનવહ્રદય કંપાવી દે તેવી રાજકોટની ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડે સમગ્ર દેશને હચમચાવી દીધું છે! ૩૦ વધુ લોકોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે તો અનેક લોકો હજુ મિસિંગ છે ત્યારે સવાલ ઊભો થાય છે બેજવાબદાર,નપાવટ અને ભ્રષ્ટ તંત્રના પાપે નિર્દોષ લોકો જીવ ક્યા સુધી ગુમાવતા રહેશે ? ભૂતકાળમા બનેલી ગોજારી ઘટનાઓમાંથી સરકાર અને વહિવટી તંત્રએ બોધપાઠ લીધો હોત તો કદાચ આ ઘટના ના બની હોત પરંતુ હવે રાજ્યમાં હવે આ એક સિલસિલો બની ગયો હોય તેવી પરિસ્થિતિ ઉદ્ભવી છે તે શરમજનક છે.ગઈકાલે નામદાર હાઇકોર્ટે પણ સ્પષ્ટ કહી દીધું કે અમને ગુજરાત સરકાર અને વહિવટી તંત્ર પર ભરોષો છે જ નહી ત્યારે હવે લોકોએ પોતાના જાનમાલની સુરક્ષા માટે સ્વયં જવાબદારી સ્વીકારીને ભ્રષ્ટતંત્રને ઉઘાડા પાડી જ્યા લોકોની સુરક્ષાના પ્રશ્ને બેદરકારીઓ કે લાપરવાહી ચાલતી હોય ત્યા સબક શીખડાવવુ અતિઆવશ્યક બનીને રહેશે.કોંગ્રેસના વિદ્યાર્થીનેતા અને ઝોનલ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યુ હતુ કે રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં મોટાભાગના નાના ભૂલકાઓ,વિદ્યાર્થીઓ અને યુવાનો જ ભોગ બન્યા છે તે અતિદુખદ છે.સરકારે આ દુર્ઘટનામાં મોટા અધિકારીઓને બચાવવા તેઓની માત્ર બદલી કરી દીધી અને નાના અધિકારીઓને સસ્પેન્ડ કરીને સંતોષ માણી લીધો તેમ ના ચાલે ! વહિવટી તંત્રના પાપે જ અનેક પરિવારરોના માળા વિખાયા છે ત્યારે જવાબદાર તમામ વિભાગના અધિકારીઓ,સતાપર બેઠેલા મનપાના પદાધિકારીઓ પર માનવવધનો ગુનો દાખલ કરવો જોઈએ જેથી ભવિષ્યમા આવી ઘટનાઓ થતી અટકી શકસે.સરકાર દર વખતે “ઘોડા ચાલ્યા ગયા બાદ તબેલે તાળા મારવા નીકળે” તેવો ઘાટ સર્જે છે.

રાજકોટની અનેક સ્કૂલોમા મોતના માંચડા સમાન ગેરકાયદેસર પ્લાસ્ટિકના ડોમ ખડકેલા છે જ્યા અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરે ત્યાં ફાયરસેફ્ટીના નામે મીંડુ છે. વિશેષ કે જે સ્કૂલોમાં ફાયરસેફ્ટી છે ત્યા માત્ર દેખાડા પૂરતી સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલ છે એટલે કે બંધ હાલતમા છે. અનેક સ્કૂલોમા ફાયર એનઓસી રિન્યુ કરવાનુ બાકી છે ત્યારે જીલ્લા શિક્ષણ અધિકારીએ એસી ચેમ્બરમાથી બહાર નીકળી વિદ્યાર્થીઓની સુરક્ષાના મામલે ગંભીરતા દાખવવી જોઈએ.અમારા ધ્યાને આવ્યુ છે કે ગઈકાલે ડીઈઓએ તમામ સ્કૂલો પાસેથી આ તમામ બાબતોએ અહેવાલ મંગાવ્યો છે પરંતુ ફિલ્ડ પર અધિકારીઓને મોકલ્યા વગર પરિણામ શૂન્ય આવવાનું છે. વિદ્યાર્થીનેતાએ સ્કૂલોમાં ગેરકાયદે ડોમ અને ઇન્ફ્રાસ્ટચકર બાબતોના પુરાવાઓ આપીને ડીઈઓને ચીમક્કી આપતા જણાવાયું હતુ કે એક દિવસમાં જો આ ડોમ તમે નહી હટાવી શકો તો અમે વિદ્યાર્થી રેડ કરી આ ગેરકાયદે ડોમ તોડી પાડીશું જેની તમામ જવાબદારી જીલ્લા શિક્ષણ અધિકારીની રહેશે. શહેરમાં કેટલી સ્કૂલો પાસે ફાયર સેફ્ટી ઇન્સ્ટોલ છે તે માહિતી,ગેરકાયદે ડોમ અંગે અને ફાયર એનઓસી રિન્યુ કેટલી સ્કૂલોને બાકી છે તેનો વિસ્તૃત અહેવાલ મીડિયામા જાહેર કરવો જોઈએ જેથી વિદ્યાર્થીઓના વાલીઓને ખ્યાલ પડે કે અમે તમામ પ્રકારની ફી ભરી
ને બાળકને અભ્યાસ અર્થે સ્કૂલમા મોકલીયે તેમા મારા બાળકની જીવની સુરક્ષા મામલે તકેદારી લેવાય છે કે કેમ !

વધુમા જણાવ્યું હતું રાજકોટમા શેરી-ગલીઓના એપાર્ટમેન્ટમાં ક્લાસીસો અને પ્રી-સ્કૂલો આવેલી છે ત્યારે મોટાભાગની પ્રી-સ્કૂલોએ કોમર્સિયલ એપાર્ટમેંટ અને મકાનોની અગાસીના ભાગે પ્લાસ્ટિકના ગેરકાયદે ડોમમા ઊભી કરેલી હોય છે ત્યારે નાના ભુલકાઓની સુરક્ષાના પર અનેક સવાલ ઉભા થાય છે.અનેક પ્રી-સ્કૂલો રેસિડેન્સયલ મકાનોમા આવેલી છે પરંતુ ત્યા બાળકોની સુરક્ષાના મામલે તકેદારીના ભાગરૂપે ફાયર સેફટીનો અભાવ જોવા મળે છે.મોટાભાગની પ્રી-સ્કૂલો કોઈપણ જાતના રજીસ્ટેશન વગર જ ધમધમે છે જેથી તંત્ર પાસે આ સ્કૂલો અંગેની સચોટ માહિતી પણ નહી હોય.આ નાના ભૂલકાઓની ઉંમર ૩-૬ વર્ષ હોય ત્યારે વહીવટી તંત્રએ રાજકોટ શહેરમાં આવેલી તમામ પ્રી-સ્કૂલોનુ રેજિસ્ટેશન ફરજિયાત કરી એક એસઓપી બનાવ્યા બાદ જ ચાલુ કરવા આદેશ આપવો જોઈએ.

આ પણ વાંચો: શહેર કોંગ્રેસ દ્વારા ગેમ ઝોનમાંથી ગુમ થયેલા પરિવારો માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયો

રાજકોટમાં અનેક ખાનગી ક્લાસીસો આવેલા છે જેમા સ્પર્ધામક પરીક્ષાઓના,કમ્પ્યુટ ટિચિંગ,ઈન્ટરનેશન લેન્ગવેજ,JEE-NEET,સ્કૂલોના કોચિંગ,સ્કીલ ડેવલોપમેન્ટ જેવા અનેક પ્રકારના હોય છે પરંતુ મોટાભાગના ક્લાસીસોમા ફાયરસેફ્ટીનો અભાવ તો પ્લાસ્ટિકના ગેરકાયદે ડોમમા ગાડુ ગબડાવાય રહ્યું છે. અનેક ક્લાસીસો અતિ જૂના બિલ્ડીંગોમા કાર્યરાત છે જેમ કે માલવીયા પંપની સામે જ્ઞાનગંગા ધોળકીયા ક્લાસિસ ત્યારે વહિવટી તંત્રએ તમામ જગ્યાઓ પર ઇન્સ્પેકશન બાદ જ ક્લાસિસો શરૂ કરવા આદેશ આપવા જોઈએ તેવી માંગ કરી હતી.

આ પણ વાંચો: Rajkot ગેમ ઝોનનો માલિક પસ્તાવાનું નાટક કરીને કોર્ટમાં હસવા લાગ્યો, કહ્યું આવી દુર્ઘટના તો થતી રહે

વિદ્યાર્થીનેતા અને કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે અંતમા જણાવ્યુ હતુ કે અમારો ઇરાદો સ્કૂલ-ક્લાસિસ સંચાલકોને હેરાન કરવાનો નથી પરંતુ વિદ્યાર્થીઓની જીવની સુરક્ષા એ અમારા માટે પ્રથમ પ્રાથમિકતા છે જેથી તંત્ર આ બાબતે ગંભીરતા નહી લે તો અમે ગેરકાયદે દબાણ દૂર કરીશું અને હલ્લાબોલ પણ કરીશુ. તેઓએ રાજકોટના વિદ્યાર્થીઓ અને તેના વાલીઓને અપીલ કરી હતી કે કોઇ સ્કૂલ કે ક્લાસીસમા ફાયરસેફ્ટીનો અભાવ હોય,ફાયર સિસ્ટમ બંધ હોય,પ્લાસ્ટિકના ગેરકાયદે ડોમમા અભ્યાસ કરાવતા હોય તો અમને મો.૭૦૧૬૮૩૭૬૫૨ પર ફોટો,વીડિયો મોકલો અમે તંત્રને ધ્યાન દોરીશુ જેમા માહિતી મોકલનારનુ નામ ગુપ્ત રાખીશુ તેવુ જણાવ્યુ હતુ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button