આપણું ગુજરાત

સરકારી ઇજનેરી કોલેજમાં ૬૦ ટકાથી વધુ જગ્યાઓ ખાલી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજ્યની ૧૬ સરકારી ઇજનેરી કોલેજમાં વિવિધ સંવર્ગની ૬૦ ટકાથી વધુ જગ્યાઓ ખાલી છે. રાજ્યમાં વિવિધ ઇજનેરી સરકારી કોલેજોમાં જગ્યાઓ ખાલી જગ્યાઓને મુદે તાજેતરમાં વિધાનસભા ગૃહમાં રજૂ થયેલી વિગતો અનુસાર રાજ્યની ૧૬ સરકારી ઇજનેરી કોલેજમાં વિવિધ સંવર્ગની ૬૦ ટકાથી વધુ જગ્યાઓ ખાલી હોવાને કબૂલાત કરી હતી. વર્ગ ૧,૨,૩,૪ માં અંદાજે ૬૦ ટકા જગ્યાઓ ખાલી હતી.

રાજ્યમાં વર્ગ ૧ની કુલ ૫૩૪ જગ્યાઓ સામે ૩૧૬ જગ્યાઓ ખાલી, વર્ગ ૨ ની ૧૪૬૯ જગ્યાઓ સામે ૧૯૩ જગ્યાઓ ખાલી, વર્ગ ૩ ની ૪૭૫ જગ્યાઓ સામે ૩૦૦ જગ્યાઓ ખાલી, વર્ગ ૪ની મંજૂર જગ્યાઓ પૈકી ૨૬૦ માંથી ૨૦૧ જગ્યાઓ વહીવટી કારણોસર જગ્યાઓ ખાલી હોવાનું રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. રાજ્યમાં હાલ કુલ ૧૬ સરકારી ઇજનેરી કોલેજ કાર્યરત છે.ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button