જરા ચેતજો : જસદણનાં ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ !

જસદણ: રાજકોટમાં 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. રાજકોટના જસદણમાં ગોખલાણા ગામમાં સાંજે માતાજીના માંડવામાં પ્રસાદ લીધા બાદ ફૂડ પોઇઝનીંગની અસર જોવા મળી છે. ફ્રુડ પોઇઝનીગની ઘટનામાં બાળકોને વધુ અસર થઈ હતી.
ઉનાળાનાં આરંભ થતા જ ફૂડ પોઈઝનિંગના કેસમાં વધારો થયો છે. ફરી એકવાર આવી જ એક ઘટના સામે આવી છે જેમાં એક-બે કે 10-12 નહીં પરંતુ 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. જેમને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. રાજકોટ જીલ્લાના જસદણમાં ગોખલાણા ગામમાં સાંજે માતાજીના માંડવામાં પ્રસાદ લીધા બાદ અસર જોવા મળી છે. ફ્રુડ પોઇઝનીગની ઘટનામાં બાળકોને વધુ અસર થઈ હતી. તમામને સરકારી હોસ્પિટલ તેમજ આસપાસની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.
ગઈકાલે મુંબઈમાં પણ બહારનું ચીકન ખાવાથી 12થી 15 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઇ હતી. તો બીજી તરફ ગીર સોમનાથમાં લગ્ન પ્રસંગમાં શ્રીખંડ અને છાશ આરોગવાથી 200થી વધુ લોકોને ફૂડ પોઈઝિંગ થયુ હતુ. વેરાવળના માથાસુરી ગામે આ ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી. 50 જેટલા બાળકોને પણ ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી.