ત્રણ વર્ષ માટે કાલુપુર સ્ટેશન પર જતી-આવતી 47 ટ્રેન થશે ડાયવર્ટ
અમદાવાદઃ દેશના વિવિધ રેલવે સ્ટેશનની કાયાપલટ થઈ રહી છે. ઘણા એવા રેલવે સ્ટેશન છે જ્યાંથી નિયમિતપણે મોટી સંખ્યામાં ટ્રેન અવર-જવર કરે છે. આ બધામાં અમદાવાદનું કાલુપુર જંકશન પણ સામેલ છે. રેલવેએ આ કાલુપુર જંકશનના જ કાયાપલટનો પ્લાન તૈયાર કર્યો છે અને તે માટેની તજવીજ ઘણા સમયથી હાત ધરાઈ છે. જોકે રેલવે માટે સૌથી મોટી ચેલેન્જ એ ચે કે આ કામ ચાલે ત્યાં સુધી ટ્રેનનો સંચાલન કઈ રીતે કરવું.
હાલમાં પણ ઘણી ટ્રેન સાબરમતી રેલવે સ્ટેશન અથવા ગાંધીનગર રેલવે સ્ટેશનથી સંચાલિત થઈ રહી છે. ત્યારે એક બિનસત્તાવાર અહેવાલ અનુસાર લગભગ 47 ટ્રેન છે, જે આગામી ત્રણેક વર્ષ માટે અન્ય સ્ટેશનોથી દોડશે.
આ 47 ટ્રેનને સાબરમતી અથવા મમિનગર રેલવે સ્ટેશનથી દોડાવવામાં આવશે. જોકે અમુક અહેવાલોમાં ટ્રેનની યાદી આપવામાં આવી છે, પરંતુ અમદાવાદ મંડળના સૂત્રોએ મુંબઈ સમાચાર સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે આ યાદી અને સમય ફાયનલ નથી. હજુ આ વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. કેન્દ્રીય અધિકારીઓ અને સ્થાનિક અધિકારીઓ પ્રવાસીઓને ઓછામાં ઓછી હાલાકી પડે તે રીતે ડાયવર્ઝન આપવા માટે પ્રયત્નો કરી રહ્યા છે.
Also Read – Gujarat માં ઠંડીમાં વધારો, અમદાવાદ સહિત આઠ શહેરોમાં લધુતમ તાપમાન ઘટ્યું
મળતી માહિતી અનુસાર મુંબઈ જતી-આવતી ટ્રેન મણિનગર, આસરવા અથવા વટવા ડાયવર્ટ કરવામાં આવશે, જ્યારે દિલ્હી આવતીજતી ટ્રેન સાબરમતી સ્ટેશન પર ડાયવર્ટ થશે.