આપણું ગુજરાત

ગુજરાતમાં ૨૬ હજાર કરોડથી વધુ ₹૨૦૦૦ની નોટ જમા થઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રૂ.૨૦૦૦ના મૂલ્યની ગુલાબી નોટ હવે ભૂતકાળ બની જશે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ આ નોટને ચલણમાંથી પરત ખેંચવા નિર્ણય લીધો હતો પરંતુ ચલણમાં જારી રાખી આ નોટ બૅન્કમાં જમા કરાવવા તારીખ ૩૦-૯-૨૦૨૩ની મુદત અપાઈ હતી. જે મુદત આજે પૂરી થતી હોવાથી ઘણા મોલ, પેટ્રોલપંપ ધારકોએ આવતીકાલે જ ભરણાંની તકલીફ નિવારવા આ નોટ નહીં સ્વીકારવા નિર્ણય લીધો છે પરંતુ, બેન્કોમાં આ નોટ આજે કામકાજના સમય દરમિયાન જમા કરાવી શકાશે.

રાજકોટમાં આશરે બેથી અઢી હજાર કરોડ સહિત રાજ્યમાં અંદાજે ૨૬ હજાર કરોડથી વધુ રકમની નોટ જમા થઈ છે. આ નોટ કોણે જમા કરાવી, ક્યાંથી મેળવી તેની કોઈ વિગતો જારી કરાઈ નથી. ઉલ્લેખનીય છે કે રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ની નોટબંધી કરાઈ ત્યાર બાદ રોકડ વ્યવહાર માટે નવેમ્બર-૨૦૧૬માં રૂ.૨૦૦૦ રૂપિયાની નોટ લોન્ચ કરાઈ હતી. વર્ષ ૨૦૧૮-૧૯ના વર્ષમાં આ નોટ છાપવાનું બંધ કરી દેવાયું હતું.

૮૯ ટકા નોટ તો માર્ચ-૨૦૧૭ પહેલા જારી કરવામાં આવી હતી. રિઝર્વ બૅન્ક અનુસાર ૨૦૨૩માં ૩.૬૨ લાખ કરોડ રૂપિયાની આ નોટ ચલણમાં હતી અને તેનો જીવનકાળ પૂરો થવામાં હતો. વાસ્તવમાં આમ નાગરિકો દ્વારા રોજિંદી ખરીદીમાં આ નોટ પહેલેથી જ ચલણમાં ઓછી વપરાતી હતી. બલ્ક ટ્રાન્ઝેક્શનમાં જ તેનો વપરાશ થતો.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત