આપણું ગુજરાત

ગુજરાતની ૨૦૦થી વધુ ટ્રેનના સમયમાં ૧લી ઓક્ટોબરથી ફેરફાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: પશ્ર્ચિમ રેલવે દ્વારા ૧લી ઓક્ટોબરથી અમદાવાદ ડિવિઝનની મોટાભાગની ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં સાત ટ્રેનોના સમયમાં હાલના સમયની સરખામણીએ વહેલો સમય નક્કી કરવામાં આવ્યો છે, જયારે શરૂઆતના સ્ટેશનથી મોડી રવાના થનારી ૨૫ સહિત કુલ ૧૮૦થી વધુ ટ્રેનના સમયમાં બે મિનિટથી બે કલાક સુધીનો ફેરફાર કરવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સમય કરતાં પહેલાં રવાના થનારી ટ્રેનોમાં ટ્રેન નંબર ૧૨૯૩૨ અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસ અમદાવાદથી ૦૬.૦૦ કલાકને બદલે ૦૫.૫૦ કલાકે રવાના થશે. ટ્રેન નંબર ૦૯૪૦૦ અમદવાદ આણંદ મેમૂ સ્પેશિયલ અમદાવાદથી ૧૯.૧૦ કલાકને બદલે ૧૮.૨૦ કલાકે રવાના થશે. ટ્રેન નંબર ૧૨૬૫૫ અમદાવાદ એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ અમદાવાદથી ૨૧.૩૫ કલાકને બદલે ૨૧.૨૫ કલાકે રવાના થશે. ટ્રેન નંબર ૦૯૪૬૦ વિરમગામ અમદાવાદ પેસેન્જર સ્પેશિયલ વિરમગામથી ૦૭.૫૦ કલાકને બદલે ૦૭.૪૫ કલાકે રવાના થશે. ટ્રેન નંબર ૦૯૩૭૦ પાટણ સાબરમતી ડેમૂ સ્પેશિયલ પાટણથી ૧૨.૩૫ કલાકને બદલે ૧૨.૩૦ કલાકે રવાના થશે. ટ્રેન નંબર ૦૯૪૦૧ અસારવા-હિમ્મતનગર ડેમૂ સ્પેશિયલ અસારવાથી ૧૯.૩૦ કલાકને બદલે ૧૯.૨૫ કલાકે રવાના થશે. ટ્રેન નંબર ૧૪૮૦૪ સાબરમતી જેસલમેર એક્સપ્રેસ સાબરમતીથી ૨૩.૦૦ કલાકને બદલે ૨૨.૧૫ કલાકે રવાના થશે. જ્યારે શરૂઆતના સ્ટેશનની મોડી રવાના થનારી ટ્રેનોમાં ટ્રેન નંબર ૨૨૯૫૪ અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ગુજરાત એક્સપ્રેસ અમદાવાદથી ૦૭.૦૫ કલાકને બદલે ૦૭.૧૦ કલાકે રવાના થશે. ટ્રેન નંબર ૧૯૧૬૭ અમદાવાદ વારાણસી સિટી સાબરમતી એક્સપ્રેસ અમદાવાદથી ૨૩.૦૦ કલાકને બદલે ૨૩.૧૦ કલાકે રવાના થશે. ટ્રેન નંબર ૧૯૧૬૫ અમદાવાદ દરભંગા સાબરમતી એક્સપ્રેસ અમદાવાદથી ૨૩.૦૦ કલાકને બદલે ૨૩.૧૦ કલાકે રવાના થશે. ટ્રેન નંબર ૦૯૨૭૪ અમદાવાદ આણંદ સ્પેશિયલ ૨૩.૪૫ ને બદલે ૨૩.૫૫ કલાકે રવાના થશે. ટ્રેન નંબર ૧૪૩૧૨ ભુજ બરેલી એક્સપ્રેસ ભુજથી ૧૫.૫૦ કલાકને બદલે ૧૬.૦૫ કલાકે રવાના થશે. ટ્રેન નંબર ૧૪૩૨૨ ભુજ બરેલી એક્સપ્રેસ ભુજથી ૧૮.૦૫ કલાકને બદલે ૧૮.૧૫ કલાકે રવાના થશે. ટ્રેન નંબર ૧૨૯૬૦ ભુજ બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ ભુજથી ૧૭.૪૦ કલાકને બદલે ૧૭.૫૦ કલાકે રવાના થશે. ટ્રેન નંબર ૨૨૮૨૯ ભુજ શાલીમાર એક્સપ્રેસ ભુજથી ૧૫.૦૫ કલાકને બદલે ૧૫.૧૦ કલાકે રવાના થશે. ટ્રેન નંબર ૧૬૫૦૫ ગાંધીધામ કેએસઆર બેંગલુરૂ એક્સપ્રેસ ગાંધીધામથી ૦૯.૧૦ કલાકને બદલે ૦૯.૨૦ કલાકે રવાના થશે. ટ્રેન નંબર ૧૫૬૬૭ ગાંધીધામ કામાખ્યા એક્સપ્રેસ ગાંધીધામથી ૧૩.૧૫ કલાકને બદલે ૧૪.૦૫ કલાકે રવાના થશે. ટ્રેન નંબર ૧૨૯૩૭ ગાંધીધામ હાવરા ગરબા એક્સપ્રેસ ગાંધીધામથી ૧૮.૧૫ કલાકને બદલે ૧૮.૨૦ કલાકે રવાના થશે. ટ્રેન નંબર ૨૨૯૫૨ ગાંધીધામ બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ ગાંધીધામથી ૨૦.૪૦ કલાકને બદલે ૨૧.૦૦ કલાકે રવાના થશે. ટ્રેન નંબર ૨૦૪૮૪ ગાંધીધામ જોધપુર એક્સપ્રેસ ગાંધીધામથી ૨૩.૧૫ કલાકને બદલે ૨૩.૨૦ કલાકે રવાના થશે.

ટ્રેન નંબર ૨૦૯૬૫ સાબરમતી ભાવનગર ઈન્ટરસિટી એક્સપ્રેસ સાબરમતીથી ૧૬.૦૦ કલાકને બદલે ૧૬.૧૦ કલાકે રવાના થશે. ટ્રેન નંબર ૧૫૨૭૦ સાબરમતી મુજફ્ફરપુર જનસાધારણ એક્સપ્રેસ સાબરમતીથી ૧૮.૦૦ કલાકને બદલે ૧૮.૧૦ કલાકે રવાના થશે. ટ્રેન નંબર ૧૨૯૫૭ અમદાવાદ નવી દિલ્લી સુવર્ણજયંતી રાજધાની એક્સપ્રેસ અમદાવાદથી ૧૮.૩૦ કલાકને બદલે ૧૮.૫૦ કલાકે રવાના થશે. ટ્રેન નંબર ૧૨૯૧૫ અમદાવાદ દિલ્લી આશ્રમ એક્સપ્રેસ અમદાવાદથી ૧૯.૧૫ કલાકને બદલે ૧૯.૨૫ કલાકે રવાના થશે. ટ્રેન નંબર ૧૯૭૦૪ અસારવા ઉદયપુર એક્સપ્રેસ અસારવાથી ૦૬.૩૦ કલાકને બદલે ૦૬.૪૦ કલાકે રવાના થશે. ટ્રેન નંબર ૧૯૮૨૧ અસારવા કોટા એક્સપ્રેસ અસારવાથી ૦૯.૦૦ કલાકને બદલે ૦૯.૧૫ કલાકે રવાના થશે.

ટ્રેન નંબર ૦૯૪૯૭ ગાંધીનગર વરેઠા મેમૂ સ્પેશિયલ ગાંધીનગરથી ૧૭.૫૦ કલાકને બદલે ૧૮.૦૦ કલાકે રવાના થશે. ટ્રેન નંબર ૦૯૪૯૮ વરેઠા ગાંધીનગર મેમૂ સ્પેશિયલ વરેઠાથી ૦૬.૩૦ કલાકને બદલે ૦૬.૩૫ કલાકે રવાના થશે. ટ્રેન નંબર ૦૯૪૩૪ પાટણ સાબરમતી ડેમૂ સ્પેશિયલ પાટણથી ૬.૦૦ કલાકને બદલે ૬.૨૦ કલાકે રવાના થશે. ટ્રેન નંબર ૦૯૪૮૪ પાટણ મહેસાણા ડેમૂ સ્પેશિયલ પાટણથી ૦૯.૫૦ કલાકને બદલે ૧૦.૦૦ કલાકે રવાના થશે. અને ટ્રેન નંબર ૦૯૪૮૨ ભીલડી મહેસાણા ડેમૂ સ્પેશિયલ ભીલડીથી ૦૬.૧૦ કલાકને બદલે ૦૬.૧૫ કલાકે
રવાના થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button