આપણું ગુજરાત
અંબાજીમાં પ્રથમ દિવસે અઢી લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા. પ્રથમ દિવસે બે લાખ 75 હજાર ભક્તોએ દર્શન કર્યા હતાં. પગપાળા સંઘો પણ માં અંબાના ધામ પહોંચ્યા હતા. ભક્તો માટે અંબાજીમાં તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ભાદરવી પૂનમના મેળામાં આજે રવિવારે બીજો દિવસ છે.
મેળાના પ્રથમ દિવસથી ભક્તો દર્શન માટે પહોંચ્યા છે. સાત દિવસમાં લાખો ભક્તો પગપાળા માના દર્શન કરવા પહોંચશે. ભાદરવી પૂનમનો મેળો 29મી સપ્ટેમ્બર સુધી ચાલશે. દરમિયાન લાખોની સંખ્યામાં પદયાત્રિકો માતાજીના દર્શનાર્થે આવવાની ધારણા છે. જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અગાઉથી તૈયારીઓ કરવામાં આવી હતી. અંબાજી આવતા પદયાત્રિકોને જરૂરી તમામ સુવિધાઓ સરળતાથી મળે અને સરસ દર્શન થાય તે માટે રેલીંગ ની વ્યવસ્થા કરી દર્શનનો સમય પણ વધારવામાં આવ્યો છે.